ભારતીય ફેન્સ માટે માઠા સમાચાર, એશિયન ગેમ્સથી બહાર થશે ટીમ ઈન્ડિયા, કોચે PM...

PC: insidesport.in

23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચીનના હાંગજોમાં 19મી એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે. આ મોટા ટૂર્નામેન્ટમાં ભારતીય ફૂટબોલ ટીમના ભાગ લેવા પર ગ્રહણ લાગતું દેખાઈ રહ્યું છે. ભારતીય ટીમ એશિયન લેવલ પેટ ટોપ-8 ટીમોમાં સામેલ નથી, તો તેના કારણે તે એશિયન ગેમ્સથી બહાર રહેવાની આશંકા છે. હવે આ મુદ્દાને લઈને ભારતીય ફૂટબોલ ટીમના હેડ કોચ ઇગોર સ્ટિમકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હત્યક્ષેપ કરવાની માગ કરી છે. તેમણે ટ્વીટર પર પોસ્ટ કરી છે જેમાં તેણે કહ્યું છે કે, ‘આ ટીમનું ટૂર્નામેન્ટમાં રમવાનું ખૂબ જ જરૂરી છે અને તે તેની હકદાર છે.

જે કારણ બતાવવામાં આવ્યા છે તે અનુચિત છે અને ભારતીય નેશનલ ટીમના કોચ હોવાના સંબંધે મને લાગે છે કે આ મહત્ત્વપૂર્ણ છે કે આ બાબતે તાત્કાલિક તમારી અને માનનીય સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરની જાણકારીમાં લાવવામાં આવે. જેથી તમે હસ્તક્ષેપ કરી શકો અને એશિયન ગેમ્સમાં ટીમનું પ્રતિનિધિત્વમાં મદદ કરો. કોચ ઇગોર સ્ટીમકે આગળ લખ્યું કે, અમારું પોતાનું મંત્રાલય રેન્કિંગના સંદર્ભમાં ભાગીદારીથી ઇનકાર કરી રહ્યું છે જ્યારે હકીકત એ છે કે અમારી ફૂટબોલ ટીમ એ કેટલીક અન્ય રમતની ટીમની તુલનામાં સારી રેન્કિંગ પર છે જેમને એશિયન ગેમ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે.

ઇતિહાસ અને આંકડા પણ એ વાતના સાક્ષી છે કે ફૂટબોલ એક એવી રમત છે જ્યાં નીચલી રેન્કિંગવાળી ટીમ પાસે ઉચ્ચ રેન્કિંગવાળી ટીમોને હરાવવાનો ચાંસ હોય છે. તેમણે લખ્યું કે, ‘ભારતે વર્ષ 2017માં અંડર-17 ફિફા વર્લ્ડ કપની મેજબાની કરી હતી અને નવી પેઢીના શાનદાર ખેલાડીઓને તૈયાર કરવામાં ખૂબ રોકાણ કર્યું. તમે એક દિવસ ફિફા વર્લ્ડ કપમાં રમવાના ભારતના સપનાનું હંમેશાં સમર્થન કર્યું છે અને મને વિશ્વાસ છે કે અત્યાર સુધી જે પ્રકારે તમારું સમર્થન મળ્યું છે, જો તેની જેમ નિરંતર સમર્થન ચાલુ રહ્યું તો એ દિવસ દૂર નથી, જ્યારે આપણે વૈશ્વિક સ્તર પર સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટોમાં હિસ્સો લઈશું.

ઇગોરે પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું કે, રાષ્ટ્રીય ટીમના રૂપમાં અમે છેલ્લા 4 વર્ષોમાં સખત મહેનત કરી છે. કેટલાક શાનદાર પરિણામ પણ હાંસલ કર્યા છે, જેથી સાબિત થાય છે કે જો અમને બધા હિતધારકોનું સમર્થન મળે તો અમે હજુ વધુ હાંસલ કરી શકીએ છીએ. વર્ષ 2002થી એશિયન ગેમ્સમાં અંડર-23 ફૂટબોલ ટીમ હિસ્સો લે છે, જ્યારે તેનાથી વધુ ઉંમરના 3 ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવાની સ્વીકૃતિ હોય છે. હાલની સ્થિતિ પર નજર નાખીએ તો ભારતીય ફૂટબોલ ટીમ રેન્કિંગમાં ટોપ-8ની આસપાસ પણ નથી. એશિયન ફૂટબોલ પરિસંઘ અંતર્ગત રેન્કિંગમાં ભારતીય ટીમ આ સમયે 18માં નંબર પર છે. ભારતે ગત એશિયન ગેમ્સ દરમિયાન પણ પોતાની ફૂટબોલ ટીમ મોકલી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp