વર્લ્ડ કપ પહેલા બાબર બોલ્યો- અમે ખાલી ભારત સામે રમવા નથી જતા, અમે ભારતમાં...

ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો આગાઝ થવામાં હવે ત્રણ મહિના કરતા પણ ઓછો સમય બચ્યો છે. આ વખતે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ભારતીય જમીન પર રમવામાં આવવાનો છે. ભારત પહેલીવાર એકલું જ વર્લ્ડ કપની મેજબાની કરી રહ્યું છે. આ પહેલા તેણે 1987, 1996 અને 2011ના વર્લ્ડ કપની સંયુક્ત મેજબાની કરી હતી. આ ટુર્નામેન્ટની સૌથી બ્લોકબસ્ટર મેચ ભારત-પાકિસ્તાનની વચ્ચે 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવવાની છે. આ મેચને લઇને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું કે, તેમની ટીમ ભારતને વર્લ્ડ કપ મેચમાં હરાવવા માંગે છે પરંતુ, તેનું સમગ્ર ધ્યાન બાકીની મેચોમાં પણ સારું પ્રદર્શન કરીને વર્લ્ડ કપ જીતવા પર છે.
બાબરે આઝમે કહ્યું કે, અમે વર્લ્ડ કપમાં માત્ર ભારત વિરુદ્ધ રમવા અને જીતવા વિશે નથી વિચારી રહ્યા. જો અમારે ICC ખિતાબ જીતવો છે તો પ્રત્યેક મેચમાં સારું કરવુ પડશે, અમે એના જ પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે ભારતમાં વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છીએ, માત્ર ભારત સાથે રમવા નથી જઈ રહ્યા. પાકિસ્તાનના ICC ટૂર્નામેન્ટ માટે ભારત યાત્રા કરવાની આશા છે. જોકે, તેની ભાગીદારી સરકારી મંજૂરી પર નિર્ભર છે. બાબરે કહ્યું કે, ખેલાડી સતત શ્રેણીઓ માટે તૈયારીમાં વ્યસ્ત છે. બાબરનું માનવુ છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ચાલી રહેલી ઉઠાપટકનો ICC વનડે વર્લ્ડ કપ અને તે પહેલા થનારી શ્રેણીઓમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શન પર કોઈ અસર નહીં પડશે.
PCBના અધિકારીઓએ અને સિલેક્શન કમિટીમાં હાલના બદલાવની અસર ખેલાડીઓ પર પડવા અંગે બાબરે કહ્યું કે, તેનું કામ ક્રિકેટ પર ધ્યાન લગાવવાનું છે. બાબર કહે છે, PCBમાં જે કંઈ થઈ રહ્યું છે, અમે તેના પર ધ્યાન નથી આપતા. અમે માત્ર ક્રિકેટ પર ધ્યાન આપીએ છીએ. આગામી મેચોનોં આખો કાર્યક્રમ અમારી સામે છે અને અમે જાણીએ છીએ કે પ્રોફેશનલ ખેલાડી તરીકે અમારે આ મેચોને જીતવા માટે શું કરવાની જરૂર છે. બીજી તરફ, વર્લ્ડ કપને લઇને પાકિસ્તાને એક પેંતરો ચલાવ્યો છે. પાકિસ્તાન વર્લ્ડ કપ પહેલા એક સુરક્ષા પ્રતિનિધિમંડળ ભારત મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ સુરક્ષા પ્રતિનિધિમંડળ એ પાંચ શહેરોમાં જશે, જ્યાં પાકિસ્તાને પોતાની લીગ મેચ રમવાની છે. જોકે, એ જોવુ રહેશે કે ભારત સરકાર તે પ્રતિનિધિમંડળને ભારત પ્રવાસ કરવાની મંજૂરી આપે છે કે નહીં.
Strong words from the Pakistan captain ahead of the upcoming #CWC23 campaign.
— ICC (@ICC) July 7, 2023
Details ⬇️https://t.co/uLjd7nwrAN
વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનું શિડ્યૂલ
6 ઓક્ટોબર VS નેધરલેન્ડ, હૈદરાબાદ
12 ઓક્ટોબર VS શ્રીલંકા, હૈદરાબાદ
15 ઓક્ટોબર VS ભારત, અમદાવાદ
20 ઓક્ટોબર VS ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ
23 ઓક્ટોબર VS અફઘાનિસ્તાન, ચેન્નાઈ
27 ઓક્ટોબર VS સાઉથ આફ્રિકા, ચેન્નાઈ
31 ઓક્ટોબર VS બાંગ્લાદેશ, કોલકાતા
4 નવેમ્બર VS ન્યૂઝીલેન્ડ, બેંગલુરુ
12 નવેમ્બર VS ઇંગ્લેન્ડ, કોલકાતા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp