યુવરાજના મારી ઓવરમાં એ 6 સિક્સર આજે પણ ભુલાતા નથી,કાશ એવું ન થતે: સ્ટુઅર્ટ બ્રોડ

PC: timesnownews.com

એક જ ઓવરમા યુવરાજ સિંહના બેટથી 6 સિક્સર ખાનાર બોલરે આજે 16 વર્ષ પછી એ ઘટના યાદ કરી છે. એ બોલરનું કહેવું છે કે, કદાચ, મારી સાથે આવું ન થયું હોત, તો સારું રહેતે, પરંતુ તેની સાથે આ ઘટનાએ મને મોલ્ડ કર્યો અને હું એક સારો બોલર બની શક્યો.

ઇંગ્લેંડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોર્ડે નિવૃતિની જાહેરાત કરી દીધી છે.ઓસ્ટ્રેલિયાની સીરિઝ પુરી થવાની સાથે બ્રોર્ડની ટેસ્ટ કેરિયર પણ ખતમ થઇ જશે.ટેસ્ટ ક્રિક્રેટ ઇતિહાસમાં માં 600 વિકેટ લેનાર સ્ટુઅર્ટ બ્રોડ બીજા નંબરનો સૌથી ઝડપી બોલર છે અને તેનો આ રેકોર્ડ અસાધારણ છે.

ઇંગ્લેંડના સ્ટાર બોલર સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિક્રેટમાં ભલે 600 વિકેટ લઇને તરખાટ મચાવી દીધો હોય, પરંતુ તેની કેરિયરની એક ઘટના એવી છે કે જે ઇતિહાસમાં કાયમ માટે યાદ રાખવામાં આવશે.ઇતિહાસના પાનાઓ પર એ ઘટના અંક્તિ થઇ ગઇ છે.

તમને યાદ હશે કે વર્ષ 2007ના T-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાના ખેલાડી યુવરાજ સિંહે એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારીને ક્રિક્રેટ જગતમાં તરખાટ મચાવી દીધો હતો અને યુવરાજ સિંહે જે ઓવરની બધી બોલે સિક્સર ફટકારેલા તે બોલરનું નામ હતું સ્ટુઅર્ટ બ્રોડ. જ્યારે પણ બ્રોડની 600 વિકેટની વાત નિકળશે ત્યારે યુવરાજના એ સિક્સર પણ સાથે યાદ કરવામાં આવશે.

સ્ટુઅર્ટ બ્રોડે પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે જ્યારે મેચ પુરી થઇ ત્યારે આ ઘટનાને યાદ કરીને અફસોસ વ્યકત કર્યો હતો. બ્રોડે કહ્યું, કાશ, મારી જિંદગીમાં આ ઘટના ન બની હતે તો સારું રહેતે. 16 વર્ષ પછી પણ  મારી ઓવરના યુવરાજના એ સિક્સર મગજમાંથી નિકળતા નથી.

સ્ટુઅર્ટ બ્રોડે કહ્યું , ખરેખર મારી જિંદગીનો એ સૌથી મુશ્કેલ દિવસ હતો, જ્યારે યુવરાજે મારી ઓવરમાં પિટાઇ કરીને 36 રન ઠોકી દીધા હતા. એ વખતે કદાચ મારી ઉંમર 21-22 વર્ષની હશે. અને એ ઉંમરમાં જ્યારે કેરિયરની શરૂઆતમાં જ આવું બને તો એ દીલ તોડનારી ક્ષણ હોય છે. એ મેચ પછી મારી ઉંઘહરામ થઇ ગઇ હતી.

સ્ટુઅર્ટે સ્વીકાર્યુ કે મેં મારી તૈયારી કરવામાં ઉતાવળ કરી નાંખી હતી.યુવરાજને ઓવર નાંખતા પહેલાં મારી કોઇ દિનચર્યા નહોતી, મારું કોઇ ફોકસ નહોતું, પરંતુ એ ઘટનાના અનુભવ એ મારી જિંદગીનું સૌથી મોટું લેશન હતું. આ અનુભવ પછી મેં મારી એક સંપૂર્ણ માનસિકતા તૈયાર કરી.

બ્રોડે કહ્યું, ત્યાંરથી મેં મારી જાતને મોટીવેટ  કરવાનું શરૂ કર્યુ. હતું. તે અનુભવ પછી મેં મારું પોતાનું એક ‘યુદ્ધ મોડ’ તૈયાર કર્યુ હતું અને  મેં તે અનુભવનું નામ મારી જાતે જ આપ્યું હતું .પરંતુ હું ચોક્કસપણે કહીશ કે  કાશ, એવું ન થયું હોત તો સારું થતે. પરંતુ મને  લાગે છે કે એ અનુભવે મને ઘણું શિખવાડ્યું. આ ઘટનાએ મને પ્રતિર્સ્પધા કરતા શિખવાડ્યું, જે મારી કેરિયરમાં મને કામ લાગ્યું. યુવરાજના એ 6 સિક્સરે મને આગળ વધવા માટે પ્રેરિત કર્યો.

બ્રોડની વાત અનેક એવા યુવાનો માટે કામની છે, જે જરા સરખી નિષ્ફળતામાં ભાંગી પડે છે. બ્રોડ પાસેથી શિખવા જેવું છે કે ભલે નિષ્ફળતા મળે, પરંતુ એ તમને ઉંચી છલાંગ પણ લગાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp