જિદ્દી પંતને આ કારણે સલાહ આપવાની કરી દીધી હતી બંધઃ પૂર્વ કોચનો ખુલાસો

PC: rediff.com

ભારતીય વિકેટકીપર રિષભ પંત ડિસેમ્બર 2022ના અંતમાં એક ભયાનક કાર એક્સિડન્ટનો શિકાર થઈ ગયો હતો. આ એક્સિડન્ટ બાદથી રિષભ પંત હોસ્પિટલમાં છે. રિપોર્ટ્સ અનુસાર, રિષભ પંતને હજુ મેદાન પર પાછા ફરવામાં આશરે એક વર્ષનો સમય લાગી શકે છે. દરમિયાન, ભારતના પૂર્વ ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે રિષભ પંતને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. ટીમથી અલગ થયા બાદ પૂર્વ કોચ શ્રીધરે જણાવ્યું કે, રિષભ પંત તેમની વાત સાંભળતો ન હતો. પૂર્વ કોચે એ પણ ખુલાસો કર્યો કે રિષભ પંતની જિદે જ તેમને પાગલ કરી દીધા હતા.

ભારતના પૂર્વ ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે પોતાની બુક કોચિંગ બિયોન્ડઃ માઇ ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓને લઈને ઘણા ખુલાસા કર્યા છે. તેમની બુકના એક હિસ્સામાં રિષભ પંત વિશે ઘણી વાતો લખવામાં આવી છે. શ્રીધરે રિષભ પંત સાથે વીતાવેલા પોતાના સમય વિશે વિસ્તારથી જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, કઈ રીતે રિષભ પંતની ના સાંભળવાની આદત અને જિદના કારણે તેણે વિકેટકીપરને સલાહ આપવાનું બંધ કરી દીધુ હતું.

શ્રીધરે પોતાની બુકમાં લખ્યું, કરિયરની શરૂઆતમાં કેટલાક એવા ઈનપુટ હતા, જેને તે લેવા માંગતો ન હતો. તેને એ ગેમ પર વિશ્વાસ હતો, જેણે તેને આ મુકામ સુધી પહોંચાડ્યો હતો. હું કબૂલ કરું છું કે ક્યારેક-ક્યારેક રિભષ પંતની આ જિદ મને પાગલ કરી દેતી હતી. પરંતુ, ગુસ્સો થવુ અથવા હેરાન થવું કોઈની પણ મદદ ના કરી શકતે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ શ્રીધરે આગળ લખ્યું, મારે રિષભ પંતને અલગ-અલગ વસ્તુઓ કરવા માટે પ્રેરિત કરવાની એક રીત શોધવાની હતી. તે માત્ર તેના માટે જ હતું અને માત્ર રિષભ પંત જ જણાવી શકતે કે આ બદલાવ તેના માટે ફાયદાકારક છે કે નહીં. પરંતુ, તે વાત માનતો જ ન હતો.

શ્રીધરે લખ્યું, અમે પ્રેક્ટિસ દરમિયાન એક સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો પરંતુ, જ્યારે તે વાત સાંભળતો જ ન હતો તો એક સમય એવો આવ્યો જ્યારે મેં રિષભને સલાહ અને ટિપ્સ આપવાની બંધ જ કરી દીધી હતી. જ્યારે તેના હાથમાંથી બોલ છૂટતો અથવા તે ડગી જતો અને મારી તરફ જોતો તો હું તેને નજરઅંદાજ કરી દેતો હતો. રિષભ પંત ખૂબ જ સ્માર્ટ છે. એવામાં તેને એ જાણવામાં વધુ સમય ના લાગ્યો કે બધુ બરાબર નથી ચાલી રહ્યું.

શ્રીધરે આગળ લખ્યું કે, રિષભ પંત જ્યારે પોતાની ભૂલ રીપિટ કરી રહ્યો હતો તો તેને લાગ્યું કે હવે સલાહ લેવાનો સમય આવી ગયો છે. થોડાં દિવસ બાદ તે મારી પાસે આવ્યો. તેણે કહ્યું, સર, તમે કંઈ કહી નથી રહ્યા. મને જણાવો કે શું કરવાનું છે. મેં મનમાં જ હસતા કહ્યું કે, તારે તારા હાથની નહીં પરંતુ, મજગની વાત માનવી જોઈએ. ત્યારબાદ તેણે મારી સલાહ માની. જ્યારે મગજ નેતૃત્વ કરે છે તો શરીર પણ એ જ રીતે કામ કરે છે. હવે તે બોલને યોગ્યરીતે પકડી શકતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp