ટીમ ઇન્ડિયાના બેસ્ટમેનોને સુનીલ ગાવસ્કર કેમ સલાહ આપતા નથી, જણાવ્યું આ કારણ

PC: timesnownews.com

ભારતીય કિક્રેટ ટીમના પૂર્વ ખેલાડી અને દિગ્ગજ કિક્રેટર તરીકે જાણાતી સુનીલ ગાવસ્કર ટીમ ઇન્ડિયાના કોઇ ખેલાડીની ભૂલ હોય તેને બતાવવામાં જરાયે સંકોચ કરતા નથી. દિગ્ગજ સચિન તેંડુલકર હોય કે વિરાટ કોહલી હોય.

ભારતીય ટીમ ક્રિક્રેટ ટીમ મેચ રમતી હોય તો ભાગ્યે જ એવું બને  કે તમને સુનીલ ગાવસ્કરનો કોમેન્ટી કરતો અવાજ ન સંભળાયો હોય. લિટલ માસ્ટર તરીકે જાણીતા સુનીલ ગાવસ્કર જ્યારે કોમેન્ટ્રી કરતા હોય ત્યારે જરૂર પડ્યે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની પ્રસંશા પણ કરતા હોય છે, પરંતુ સાથે સાથે ભૂલ થઇ હોય  બેધડક તેના વિશે સવાલ ઉઠાવતા હોય છે. તેમણે ક્યારેય સચીન તેડુંલકર કે વિરાટ કોહલી સામે બોલવામાં પણ સંકોચ અનુભવ્યો નથી.

તાજેતરમાં એક મીડિયા કાર્યક્રમમમાં સુનીલ ગાવસ્કરને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તમે હાલના સમયમાં ટીમ ઇન્ડિયાને કોઇ સલાહ સૂચનો આપ્યા છે? આ સવાલનો જવાબ આપતા ગાવસ્કરે કહ્યું કે, હું એવં કરતો નથી. કારણકે ટીમના કોચિંગ સ્ટાફમાં રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડ છે. ઘણી વખત વધારે સલાહ મળવાને કારણે ખેલાડીઓ મુંઝવણમાં મુકાઇ જતા હોય છે.

સુનીલ ગાવસ્કરેને બીજો સવાલ પુછવામાં આવ્યો કે તમે ટેસ્ટ મેચો વખતે હાજર રહેતા હો છો, શું  છેલ્લાં 5-10 વર્ષમાં કોઇ બેસ્ટમેને તમારી પાસે મદદ માંગી છે? જેનો જવાબ આપતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ નિયમિત મારી પાસે આવતા હતા. ગાવસ્કરે કહ્યું કે, તેઓ કોઇ ખાસ સમસ્યાને લઇને મારો સંપર્ક કરતા હતા અને તમે તેમને કઇંક એવું બતાવી શકો છો જે તમે પોતે જોયું હોય.

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, તાજેતરમાં મેં માત્ર ત્યારે જ પહેલ કરી હોય જ્યારે ભારતીય ટીમની સાથે એક જ હોટલમાં રોકાયો હોઉં. ગાવસ્કરે કહ્યુ કે, મંયક અગ્રવાલ નાસ્તો કરવા માટે પસાર થઇ રહ્યો હતો ત્યારે મેં તેને કહ્યું હતું કે તેણે પોતાનું બેકલિફ્ટ નાનું કરી દેવું જોઇએ. બેકલિફ્ટને કારણે જ્યારે મંયંક ડિફેન્સ કરવા પર બોલ બેટના કિનારેથી નિકળી જતી હતી.

ગાવસ્કરે કહ્યું કે મારામાં અહંકાર નથી, હું તેમંની સાથે વાત કરી શકું છું, પરંતુ જ્યારે ટીમ ઇન્ડિયામાં રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડ બે કોચ છે. હું તેમને વધારી જાણકારી આપીને કન્ફ્યૂઝ કરવા માંગતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp