ગાવસ્કરના મતે આ ખેલાડી છે IPL ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન

પોતાના જમાનાના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે IPL ની સિઝનના સૌથી શ્રેષ્ઠ કેપ્ટનની જાહેરાત કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન જાહેર કરતા ગાવસ્કરે કહ્યું કે, તેના જેવો કેપ્ટન ના ક્યારેય થયો છે અને ના ભવિષ્યમાં થશે. ધોનીએ 12 એપ્રિલે ચેન્નઈમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં ઉતરીને ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી કેપ્ટનના રૂપમાં 200 મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો. આ 41 વર્ષીય પૂર્વ ભારતીય કેપ્ટન આ ઉપલબ્ધિ હાંસલ કરનારો IPLના ઇતિહાસમાં પહેલો ખેલાડી છે. તેની ટીમ આ મેચ ત્રણ રનથી હારી ગઈ હતી.

પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે કહ્યું, ચેન્નઈ સુપર કિંગ્સ જાણે છે કે, મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી કઈ રીતે બહાર નીકળવાનું હોય છે. આ માત્ર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપથી જ સંભવ બની શક્યું છે. 200 મેચોમાં કેપ્ટનશિપ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આટલી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવી બોજ છે અને તેના કારણે તેનું પ્રદર્શન પણ પ્રભાવિત થઈ શકે છે.

IPL પ્રસારકોની જાહેરાત અનુસાર ગાવસ્કરે કહ્યું, પરંતુ માહી અલગ પ્રકારનો છે. તે અલગ પ્રકારનો કેપ્ટન છે. તેના જેવો કેપ્ટન ના ક્યારેય થયો છે અને ના ભવિષ્યમાં થશે. ધોની IPLની શરૂઆતથી ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો છે. દરમિયાન આ IPL ટીમને તેના અધિકારીઓના ગેરકાયદેસર કામોમાં લિપ્ત મળી આવ્યા બાદ બે વર્ષ (2016-17) માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી અને ત્યારે 2016માં તેણે 14 મેચોમાં પુણે સુપર જાયન્ટ્સની આગેવાની કરી હતી. આ પ્રકારે તે IPL માં અત્યારસુધી 214 મેચોમાં કેપ્ટનશિપ કરી ચુક્યો છે.

ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે ચાર વાર IPLનો ખિતાબ જીત્યો છે. ચેન્નઈના કેપ્ટનના રૂપમાં અત્યારસુધી તેનો રેકોર્ડ 120 જીત અને 79 હાર છે જ્યારે, એક મેચનું પરિણામ ના નીકળ્યું. ગાવસ્કરે આ સાથે જ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના પણ વખાણ કર્યા જેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને આ સત્રમાં સારી શરૂઆત આપી છે. તેમણે કહ્યું, વિરાટ કોહલીએ RCB ને આ સત્રમાં સારી શરૂઆત અપાવી છે. તેમણે કહ્યું, વિરાટ કોહલી RCBને ઇનિંગની શરૂઆતમાં આક્રામક શરૂઆત આપી રહ્યો છે. RCB ની શાનદાર શરૂઆત માટે ઘણો બધો શ્રેય તેને જાય છે જેને કારણે ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી છે. આ RCB માટે સારો સંકેત છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.