સુનિલ ગાવસ્કરે રોહિત શર્મા વિશે કહ્યું- તેને IPLની થોડી મેચમાંથી આરામ લઈને...
ભારતીય લીજેન્ડ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા લઈને મોટું નિવેદન આપ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની કેપ્ટન્સી સંભાળી રહેલા રોહિત શર્મા ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. IPL બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં જ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ રમવાની છે. એવામાં સુનિલ ગાવસ્કરે રોહિત શર્માને આરામ કરવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે ફ્રેશ થઈને ફરવાની સલાહ આપી છે.
સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, રોહિત શર્માએ થોડો આરામ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ફિટ રહેવું જોઈએ. આરામ કરીને રોહિત શર્મા IPLના અંતમાં 2-3 મેચ રમીને ફ્રેશ રહેવું જોઈએ. મુંબઈ ઇન્ડિયન્સના IPL પ્લેઓફમાં પહોંચાવને લઈને સુનિલ ગાવસ્કરે કહ્યું કે, એમ થાય છે તો એ ચમત્કારિક હશે. તે ચોથા નંબરે રહી શકે છે, પરંતુ તેણે બોલિંગ અને બેટિંગમાં અસાધારણ પ્રદર્શન કરવું પડશે. મુંબઈ ઇન્ડિયન્સે IPLમાં અત્યાર સુધી 7 મેચ રમી છે, જેમાંથી 3 મેચમાં જીત મળી છે અને 4 મેચમાં હાર. એવામાં ટીમ 6 પોઇન્ટ્સ સાથે સાતમા નંબર પર છે.
રોહિત શર્માએ અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં 181 રન બનાવ્યા છે. તેમાં એક અડધી સદી સામેલ છે. તેની એવરેજ 25.86 અને સ્ટ્રાઈક રેટ 135.07 છે. IPLની 35મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે 55 રને મેચ જીતી લીધી હતી. આ વર્ષ 2017 બાદ રનોના હિસાબે મુંબઈની સૌથી મોટી હાર હતી. રોહિત શર્મા આ મેચમાં 8 બૉલમાં માત્ર 2 રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ઇંગ્લેન્ડના ‘ધ ઓવલ’ સ્ટેડિયમમાં 7 જૂનથી રમાશે. આ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા 152 પોઇન્ટ્સ સાથે અને ભારત 127 પોઇન્ટ્સ સાથે ફાઇનલમાં પહોંચી છે. હવે બંને ટીમોમાંથી જે પણ આ મેચ જીતશે તે દુનિયાની ટેસ્ટ ચેમ્પિયન બનશે. આ સતત બીજી વખત છે જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી છે. આ અગાઉ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમી હતી, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp