
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 16મી સીઝન રમવામાં આવી રહી છે અને આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં બીજી વખત જોવા મળ્યું છે, જ્યારે કોઈ ટીમે સૌથી ઓછા અંતરથી જીત હાંસલ કરી હોય. એમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી મેચમાં થયું છે, જ્યાં હાર અને જીતનું અંતર ખૂબ જ સામાન્ય હતું. મેચના છેલ્લા બૉલ પર પરિણામ નીકળ્યું અને જીતનું અંતર માત્ર એક વિકેટ હતી. આ મેચને લખનૌ સુપર જાયન્ટ્સે જીતી હતી.
IPL ઇતિહાસમાં એમ પહેલી વખત વર્ષ 2018માં થયું હતું, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ મેચના છેલ્લા બૉલ પર એક વિકેટ રહેતા જીત હાંસલ કરી હતી. ત્યાં પણ છેલ્લી ઓવરમાં પાંચમા બૉલ પર સ્કોર બરાબર હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં પણ સ્કોર બરાબર હતો. એ મેચમાં ફોર લગાવીને જીત મળી, પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સે બાઈના રૂપમાં એક રન લઈને જીત હાંસલ કરી હતી.
જો કે, IPL ઇતિહાસમાં ચોથી વખત એમ થયું છે, જ્યારે કોઈ ટીમને એક વિકેટે જીત મળી હોય, સૌથી પહેલા વર્ષ 2015માં એમ થયું હતું, જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)એ કિંગ્સ ઇલેવન પંજાબ (PBKS)ને હરાવી હતી. તો વર્ષ 2018માં મુંબઈ ઇન્ડિયન્સને ચેન્નાઈ સુપર કિંગ્સે એક વિકેટે હરાવી હતી. એ વર્ષે મુંબઇને એક વિકેટે હાર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મળી હતી અને હવે વર્ષ 2023માં ફરી એક વખત એક વિકેટથી કોઈ ટીમને જીત મળી.
જો લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા ફાફ ડુ પ્લેસિસ નોટઆઉટ 79, વિરાટ કોહલી 61 અને મેક્સવેલની 59 રનની મદદથી 2 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. 213 રનનો ટારગેટ ચેઝ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સે 1 વિકેટ બાકી રહેતા આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp