છગ્ગા લગાવવામાં માહિર છે CSK-RCB, મેચ દરમિયાન બન્યો એકદમ યુનિક રેકોર્ડ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસમાં એક મેચમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ 33 સિક્સ છે. IPLના ઇતિહાસમાં અત્યાર સુધી 3 વખત એવી મેચ રમાઈ છે, જેમાં કુલ મળીને 33 સિક્સ લગાવવામાં આવી હોય અને 2 વખત આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ છે. તો ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો તે ત્રણેય મેચમાં હિસ્સો રહી છે. વર્ષ 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બેંગ્લોરના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં જે મેચ રમાઈ હતી તેમાં 33 સિક્સ લાગ્યા હતા.

આ પહેલી એવી IPL મેચ હતી, જેમાં એટલા બધા સિક્સ લાગ્યા હોય. એ મેચમાં બંને ટીમોએ 200 કરતા વધુ રન બનાવ્યા હતા અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નોટઆઉટ 70 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. મહેન્દ્ર સિંહ ધોની એટલાએ જ એ મેચમાં 7 સિક્સ લગાવી દીધા હતા. ત્યારબાદ વર્ષ 2020માં શારજાહમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થયેલી મેચમાં 33 સિક્સ લગવામાં આવ્યા હતા. આ મેચમાં પણ બંને ટીમોએ 200 રનનો આંકડો સ્પર્શ કર્યો હતો.

આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 17 બૉલમાં 29 રન બનાવ્યા હતા અને 3 સિક્સ લગાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સને આ મેચમાં 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સોમવારે IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ દરમિયાન 33 સિક્સ લગાવ્યા હતા. આ દરમિયાન સૌથી વધુ સિક્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ગ્લેન મેક્સવેલે લગાવ્યા. ગલેન મેક્સવેલે કુલ 8 સિક્સ લગાવ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા હતા, જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ 218 રન જ બનાવી શકી.

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સૌથી વધુ સિક્સ ડેવોન કોનવેના બેટથી નીકળ્યા, 83 રનોની વિસ્ફોટક ઇનિંગ રમનાર ડેવોન કોનવેએ 45 બૉલમાં 6 સિક્સ અને એટલા ફોરની મદદથી આ રન બનાવ્યા. ગલેન મેક્સવેલે 76 રન બનાવ્યા. આ મેચને જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023ના પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-4માં સામેલ થઈ ગઈ છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સીઝનમાં પોતાના હોમગ્રાઉન્ડ પર આ બીજી હાર હતી. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાના હોમ ગ્રાઉન્ડ પર એક વિકેટથી હારી હતી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 8 રને હરાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp