સૂર્યકુમાર યાદવનો કોઈ તોડ નથી, ICCએ જાહેર કર્યો T20 ક્રિકેટર ઓફ ધ યર

PC: livemint.com

ICCના વાર્ષિક એવોર્ડ્સમાં ભારતીય ખેલાડીઓ પોતાનું ઝંડો લહેરાવી રહ્યા છે. ICC દ્વારા બુધવારે T20 ક્રિકેટર ઓફ ધ યરના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ એવોર્ડ બીજા કોઈને નહીં પરંતુ ભારતના સૂર્યકુમાર યાદવને આપવામાં આવ્યો છે. ગયા વર્ષે T20 ફોર્મેટમાં ધમાલ મચાવનારા સૂર્યકુમાર યાદવને આ મોટું સન્માન આપવામાં આવ્યું છે. સૂર્યકુમાર યાદવે આ રેસમાં ઈંગ્લેન્ડના સેમ કરન, ઝીમ્બાબ્વેના સિકંદર રઝા અને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને માત આપી છે.

સૂર્યકુમાર યાદવ T20 ફોર્મેટમાં નંબર 1 પ્લેયર પણ છે. સાથે જ હવે તે T20 ફોર્મેટમાં ક્રિકેટર ઓફ ધ યર પણ બની ગયો છે. વર્ષ 2022ની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવે 31 મેચમાં 1164 રન બનાવ્યા હતા, જે આશરે 47ની સરેરાશથી આવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમારનો સ્ટ્રાઈર રેટ 187.43નો રહ્યો હતો. જે કોઈ પણ પ્લેયરથી વધારે હતો. સૂર્યકુમાર યાદવ કોઈ પણ એક કેલેન્ડર યરમાં T20 ક્રિકેટ ફોર્મેટમાં 1000થી વધારે રન બનાવનારો પહેલો ભારતીય બની ગયો છે.

વર્ષ 2022 સંપૂર્ણ રીતે સૂર્યકુમાર યાદવના નામ પર રહ્યું હતું, તેણે આ દરમિયાન 68 સિક્સ માર્યા હતા. કોઈ પણ પ્લેયર દ્વારા T20 ફોર્મેટમાં એક કેલેન્ડર યરમાં મારવામાં આવેલા સૌથી વધારે સિક્સ હતા. સૂર્યાએ ઘણી મેચમાં પોતાના દમ પર ટીમ ઈન્ડિયા માટે આખી ગેમ જ પલટી નાખી છે. સૂર્યાકુમાર યાદવના ઈન્ટરનેશનલ T20 રેકોર્ડની વાત કરીએ તો તેણે 45 મેચમાંથી 43 ઈનિંગમાં 46.41ની સરેરાશથી 180.34ના સ્ટ્રાઈક રેટથી 3 શતકની સાથે 1578 રન બનાવ્યા છે, જેમાં 142 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે.

તેના સૌથી શ્રેષ્ઠ સ્કોરની વાત કરવામાં આવે તો 2022માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 117 રન, 2023માં શ્રીલંકા વિરુદ્ધ નોટઆઉટ રહીને 112 રન અને 2022માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ નોટઆઉટ રહીને 111 રન બનાવ્યા છે. ICCએ હાલમાં T20 ટીમ ઓફ ધ યર પણ જાહેર કરી દીધી છે. જેમાં ભારતના ત્રણ ખેલાડીઓ સામેલ છે. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને હાર્દિકપંડ્યા આ ટીમનો હિસ્સો છે. જણાવી દઈએ કે હાલમાં ટીમ ઈન્ડિયા ICC રેન્કિંગમાં નંબર 1 ટીમ છે. ગઈકાલે ન્યૂઝીલેન્ડને 3 વનડે મેચની સીરિઝની છેલ્લી મેચમાં હાર આપીને કીવીની ટીમનું ક્લીન સ્વીપ કરી દીધું છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp