26th January selfie contest

સૂર્યાનો ફ્લોપ શૉ યથવાત, વન-ડેની 20 ઇનિંગમાં 500 રન પણ નહીં

PC: indianexpress.com

વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ યથાવત છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વન-ડે મેચમાં સૂર્યકુમાર યાદવ ફરી એક વખત પહેલા જ બૉલ પર LBW થઈ ગયો. સૂર્યકુમાર યાદવને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે એક ઇનસ્વિંગ બૉલ પર આઉટ કર્યો. પહેલી વન-ડે મેચમાં પણ સ્ટાર્કે જ સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો. 32 વર્ષીય સૂર્યકુમાર યાદવને વન-ડે ક્રિકેટમાં સીમિત અવસર જ મળ્યા છે, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નથી.

સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી 22 વન-ડે મેચોની 20 ઇનિંગમાં 25.47ની એવરેજથી 433 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 2 અડધી સદી નીકળી છે. છેલ્લી 14 ઇનિંગમાં સૂર્યકુમાર યાદવ એક પણ અડધી સદી બનાવી શક્યો નથી અને આ દરમિયાન તે માત્ર 5 વખત જ ડબલ ડિજિટના આંકડા સુધી પહોંચી શક્યો છે. જે તેની વન-ડે ક્રિકેટમાં ખરાબ હાલત દેખાડે છેઃ. સૂર્યકુમાર યાદવે પોતાની વન-ડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ 18 જુલાઇ 2021ના રોજ શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં કરી હતી. એ મેચમાં તેણે નોટઆઉટ 31 રન બનાવીને બધાને પ્રભાવિત કર્યા હતા.

પછી તેણે બીજી વન-ડેમાં અડધી સદી બનાવી નાખી. ત્યારે એમ લાગી રહ્યું હતું કે, સૂર્યકુમાર યાદવ મિડલ ઓર્ડરમાં એક મજબૂત ખેલાડીને બનીનેને ઉભરશે, પરંતુ 9 ફેબ્રુઆરી 2022ના રોજ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 64 રનોની ઇનિંગ રમ્યા બાદ તે પોતાની મોમેન્ટ ગુમાવી બેઠો. શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ પાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સીરિઝમાં મોટો સ્કોર બનાવીને ચોથા નંબર માટે દાવેદારી પૂરતી કરવાનો ચાંસ મળી રહ્યો હતો, પરંતુ સૂર્યકુમાર યાદવે પહેલી બે વન-ડેમાં જે પ્રકારે પ્રદર્શન કર્યું છે, તેનાથી વન-ડે વર્લ્ડ કપમાં તેની જગ્યા બનતી દેખાઈ રહી નથી. વન-ડે વર્લ્ડ કપમાં ભારતમાં જ થવાનો છે એવામાં ઘરેલુ પીચો પર ડાબા હાથના ફાસ્ટ બોલર્સ તેની સામે નબળાઈ ક્યારેય સારા સંકેત આપી રહી નથી.

સૂર્યકુમાર યાદવની વન-ડે ક્રિકેટમાં બધી 20 ઇનિંગ:

31* રન Vs શ્રીલંકા, કોલમ્બો.

53 રન Vs શ્રીલંકા, કોલમ્બો

40 રન Vs શ્રીલંકા, કોલમ્બો

39 રન Vs દક્ષિણ આફ્રિકા, કેપટાઉન

34* રન Vs વેસ્ટ ઈન્ડીઝ, અમદાવાદ.

64 રન Vs વેસ્ટ ઈન્ડીઝ, અમદાવાદ.

6 રન Vs વેસ્ટ ઈન્ડીઝ, અમદાવાદ,

27 રન Vs ઇંગ્લેન્ડ, લોર્ડ્સ

16 રન Vs ઇંગ્લેન્ડ મેનચેસ્ટર

13 Vs વેસ્ટ ઈન્ડીઝ, પોર્ટ ઓફ સ્પેન

9 રન Vs વેસ્ટ ઈન્ડીઝ, પોર્ટ ઓફ સ્પેન

8 રન Vs વેસ્ટ ઈન્ડીઝ, પોર્ટ ઓફ સ્પેન

4 રન Vs ન્યૂઝીલેન્ડ, ઑકલેન્ડ.

34* Vs ન્યૂઝીલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ

6 રન Vs શ્રીલંકા, તિરુવનંતપુરમ

31 રન Vs ન્યૂઝીલેન્ડ, હૈદરાબાદ

14 રન Vs ન્યૂઝીલેન્ડ, ઈન્દોર

0 રન Vs ઓસ્ટ્રેલિયા, મુંબઈ.

0 રન Vs ઓસ્ટ્રેલિયા, વિશાખાપટ્ટનમ.

મોટાભાગના ખેલાડી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સફળ થઈ શકતા નથી. ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર ડિફેન્સ અને ટેક્નિકની આવશ્યકતા હોય છે, તો વન-ડે ક્રિકેટમાં પહેલા બેટ્સમેન પોતાની ઇનિંગને સારી કરે છે અને પછી શોટ્સ રમે છે, જ્યારે T20 ક્રિકેટમાં બેટ્સમેન પાસે સેટલ થવાનો સમય હોતો નથી કે ઓછો હોય છે. સૂર્યકુમાર યાદવે પોતાના 360 ડિગ્રી સ્કિલના કારણે T20 ક્રિકેટમાં સારા એવા રન બનાવ્યા છે, પરંતુ વન-ડે ક્રિકેટમાં તે હાલમાં ફિટ બેસી રહ્યો નથી. બની શકે છે કે વધારે T20 મેચ રમવાના કારણે પણ તેનું વન-ડે ફોર્મ પ્રભાવિત હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp