બીજી T20 મેચમાં સૂર્યકુમાર યાદવ તોડી શકે છે મોટો રેકોર્ડ, બનાવવા પડશે આટલા રન

PC: livemint.com

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 મેચની સીરિઝની આજે બીજી મેચ લખનૌમાં રમાવાની છે. પહેલી T20માં મળેલી હાર પછી મેચમાં ટીમ ઈન્ડિયા બરાબરી કરવા ઈચ્છશે. સીરિઝમાં બની રહેવા માટે ભારતે કોઈ પણ રીતે આજની મેચ જીતવી જ પડશે. આ મેચમાં જીત માટે સૂર્યકુમાર યાદવનું બેટ ચાલવું ઘણું જરૂરી છે. પહેલી T20 મેચમાં સૂર્યકુમાર યાદવે 47 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ભારતા પૂર્વ ખેલાડી એમએસ ધોની અને સુરશ રૈનાને પાછળ છોડી દીધા હતા. હવે બીજી T20 મેચમાં તેના નિશાના પર શિખર ધવનનો એક રેકોર્ડ છે. આ રેકોર્ડને તોડવા માટે સૂર્યાએ રન બનાવવા પડશે.

સૂર્યકુમાર યાદવે T20 ની 44 મેચમાં 178.76ના સ્ટ્રાઈક રેટથી 1625 રન બનાવ્યા છે. સૂર્યા T20 ક્રિકેટમાં સૌથી સારો ખેલાડી છે અને તેના નામે કુલ 13 અર્ધશતક અને ત્રણ શતક નોંધાયેલા છે. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનારા ભારતીય ખેલાડીઓના લિસ્ટમાં પાંચમા ક્રમ પર છે. છેલ્લી જ મેચમાં તેણે ધોની અને રૈનાને પછાડતા આ સ્થાનને હાંસલ કર્યું હતું. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ થનારી આ મેચમાં તે આ લિસ્ટમાં ચોથા સ્થાન પર આવી શકે છે. તેના માટે તેને એક વિસ્ફોટક ઈનિંગની જરૂર છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જો આ મેચમાં તે 135 રન બનાવી લે છે તો આ લિસ્ટમાં તે ચોથા ક્રમ પર આવી જશે.

આ લિસ્ટમાં હજુ શિખર ધવન ચોથા ક્રમ પર છે. તેણે કુલ 1759 રન બનાવી લીધા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોની સ્થિતિ છે. સીરિઝને બરાબર કરવા માટે ભારતે કોઈ પણ કિંમત પર આ મેચ જીતવી પડશે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ આજ સુધી એક પણ સીરિઝ હારી નથી, તેવામાં હાર્દિક પંડ્યાએ પોતાના આ રેકોર્ડને  બનાવી રાખવો પડશે.

ભારત જો આ મેચ જીતશે તો તેણે પોતાની બેટિંગને લઈને પણ વિચારવાની જરૂર છે. T20માં ટોપ ઓર્ડર સતત ફેઈલ થતો જોવા મળી રહ્યો છે. ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનમાં પહેલા ક્રમ પર વિરાટ કોહલી 4008 રન, બીજા ક્રમ પર રોહિત શર્મા 3853 રન, કેએલ રાહુલ 2265 રન, શિખર ધવન 1759 રન અને સૂર્યુકમાર યાદવ 1625 રન સાથે પાંચમા ક્રમ પર છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp