સૂર્યકુમાર યાદવે મેળવી કારકિર્દીની મોટી સિદ્ધિ, ICCએ કર્યુ આ એવોર્ડ માટે નામાંકન

PC: twitter.com

ભારતના પ્રભાવશાળી બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ગુરુવારે 'ICC મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર 2022' એવોર્ડ માટે ચાર ઉમેદવારોમાંથી  એકના રૂપમાં નામાંકિત કરવામાં આવ્યો છે. તેમના સિવાય ઈંગ્લેન્ડના ડાબા હાથના ફાસ્ટ બોલર સેમ કુરેન, ઝિમ્બાબ્વેના ઑફ સ્પિન ઓલરાઉન્ડર સિકંદર રઝા અને પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પણ આ સન્માન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. સુર્યકુમાર યાદવનું રમતની સૌથી ટૂંકી ફોર્મેટમાં એક સનસનાટીભર્યું 2022 હતું. તે તેના 360 ડિગ્રી સ્ટ્રોકપ્લેની સાથે T20 ફોર્મેટમાં એક વર્ષમાં 1000થી વધુ રન બનાવનાર માત્ર બીજો બેટ્સમેન બની ગયો.

સૂર્યકુમાર યાદવે મેળવી કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ

સૂર્યકુમાર યાદવે 46.56ની એવરેજ અને 187.43ના જોરદાર સ્ટ્રાઈક રેટ સાથે 1164 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે વર્ષનો અંત કર્યો. 2022મા તેણે સૌથી વધુ 68 સિક્સ ફટકારી હતી. વર્ષમાં બે સદી અને નવ અડધી સદી સાથે, સૂર્યકુમાર બેશક નંબર વન T20 બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાં 59.75ની ઉત્તમ સરેરાશ અને 189.68ના ઉત્તમ સ્ટ્રાઈક રેટથી 239 રન બનાવ્યા હતા, જેમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડની સામે અડધી સદી સામેલ હતી.

ICCએ હવે આ મોટા એવોર્ડ માટે કર્યું નામાંકન

માઉન્ટ માઉંગાનુઈમાં ન્યુઝીલેન્ડની સામે બીજી T20મા તેણે 217.65ના સ્ટ્રાઈક રેટથી 11 ચોગ્ગા અને સાત સિક્સર ફટકાર્યા અને 51 બોલમાં 111 રન બનાવીને અણનમ રહ્યો, આ તેની બીજી T20 સદી હતી. પરંતુ આ ટ્રેન્ટ બ્રિજ, નોટિંધમમાં  ઈંગ્લેન્ડની સામે તેની પહેલી T20 સદી હતી, જેમાં 55 બોલમાં 117 રન હતા, જેણે ક્રિકેટ પ્રશંસકોની નજર ખેંચી લીધી. 216ના એક રન ચેઝમાં 31/3થી, સૂર્યકુમારે ટીમને એક માન્યતા બહાર જીતની નજીક પહોંચાડી દીધી.

રઝાનું બેટ સાથે એક શાનદાર વર્ષ

ઝિમ્બાબ્વેના રઝાનું બેટ સાથે એક શાનદાર વર્ષ હતું અને T20મા બોલ સાથે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ઑસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાં એક ઉલ્લેખનિય પ્રદર્શને ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર ખેલાડી માટે એક યાદગાર વર્ષનું સમાપન કર્યું. તેણે વર્ષમાં 150થી વધુના સ્ટ્રાઈક રેટથી વર્ષમાં 735 રન બનાવ્યા અને 6.13ના ઉત્તમ ઈકોનોમી રેટથી 25 વિકેટ લીધી. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ઝિમ્બાબ્વેની આશ્ચર્યજનક જીતમાં તેનું અસાધારણ પ્રદર્શન આવ્યું, છેલ્લા બોલ પર રનઆઉટ કરવા પહેલા 3/25 રન લેતા ઝિમ્બાબ્વેને એક રનથી રોમાંચક જીત અપાવી.

કુરેનની ડેથ બોલિંગ ઘણી અસરકારક

કુરેન 2022 T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં T20મા તેની બોલિંગમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. તેની ડેથ બોલિંગ ઘણી અસરકારક હતી. ઇંગ્લેન્ડના પ્રમુખ ફાસ્ટ બોલરોના ગાયબ થવાની સાથે, કુરેને તેના નામ પર 13 વિકેટ લઈને વર્લ્ડ કપ પૂરો કરવા માટે શાનદાર બોલિંગ કર્યું, જે શ્રીલંકાના વાનિન્દુ હસરંગાના પછી બીજા સ્થાન પર છે. ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની સામે 5/10ના તેમના સર્વ શ્રેષ્ઠ આંકડા પહેલી વખત હતા, જ્યારે ઇંગ્લેન્ડના કોઈ બોલરે પુરુષોની T20મા પાંચ વિકેટ લીધી.

ફાઇનલમાં કુરેને ત્રણ વિકેટ લીધી

ડાબા હાથના આ ફાસ્ટ બોલરે ફાઇનલમાં ત્રણ વિકેટ લઈને પીઠની ઈજાના કારણે ટૂર્નામેન્ટની 2021ની આવૃત્તિથી ચૂકવાની ભરપાઈ કરી દીધી, જે ઈંગ્લેન્ડ માટે તેમનું બીજો T20 વર્લ્ડ કપ ખિતાબ જીતવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયું. મેલબર્નમાં પાકિસ્તાનની સામે ફાઇનલમાં, કુરેને તેની ચાર ઓવરમાં માત્ર 12 રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી. તે તેના 3/12 માટે પ્લેયર ઑફ ધ ફાઈનલ પણ હતો. તેનો શિકાર મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ અને મોહમ્મદ નવાઝ હતા, કારણ કે પાકિસ્તાને બોર્ડ પર માત્ર 137 રન બનાવ્યા, બધુ મળીને ઈંગ્લેન્ડે એક ઓવર બાકી રહેતા જ જીત મેળવી લીધી.

રિઝવાને પણ કરી કમાલ

રિઝવાને 2021મા T20મા તેના રેકોર્ડબ્રેક વર્ષને જારી રાખતા વર્ષમાં 996 રન બનાવ્યા. તેણે T20મા 2022મા 10 અડધી સદી ફટકારી અને T20 વર્લ્ડ કપમાં 175 રન બનાવ્યા, જે પાકિસ્તાનના બેટ્સમેન દ્વારા સંયુક્ત રીતે સૌથી વધુ છે. 2022મા T20મા 45.27ની સરેરાશથી, રિઝવાને પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપમાં ટૉપ પર એક ઉચ્ચ ગુણવત્તાવાળા ઓપનર તરીકે પોતાની પ્રતિષ્ઠા વધારી. 2022મા પણ, રિઝવાને થોડા સમય માટે બેટ્સમેનોની T20 રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે ભારતના સૂર્યકુમાર કરતાં પાછળ 836 રેટિંગ અંકોની સાથે વર્ષનું અંત નંબર 2 પર કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp