વર્ષના પહેલા દિવસે સૂર્યકુમાર યાદવે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા

PC: insidesport.in

ભારતના ટી 20 સ્ટાર સૂર્યકુમાર યાદવે નવા વર્ષની શરૂઆત ભગવાનના આશિર્વાદથી કરી છે. 2022માં પોતાની બેટથી ધમાલ મચનાવનારા સૂર્યકુમાર યાદવે વર્ષના પહેલા દિવસે મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા અને ભગવાન ગણેશના આશિર્વાદ લીધા હતા.

32 વર્ષીય સૂર્યકુમાર યાદવે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો, જેના કેપ્શનમાં લખ્યું હતું કે, સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશના આશિર્વાદ લઇ રહ્યો છું. સૂર્યકુમાર યાદવ શ્રીલંકા વિરૂદ્ધ આગામી ટી 20 સીરીઝમાં એક્શન મોડમાં દેખાવા જઇ રહ્યો છે. તેની બેટિંગ ગયા વર્ષે કમાલ રહી હતી અને તે ટી 20માં સર્વાધિક રન બનાવનારો બેટ્સમેન બની ગયો હતો.

તેના ઇનામ તરીકે તેને ફક્ત ટી 20ના નંબર વન બેટ્સમેન જ નહીં પણ શ્રીલંકા વિરૂદ્ધ આગામી ટી 20 સીરીઝમાં તેને પહેલી વખત ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ ICCના વર્ષના ટી 20 ક્રિકેટર ઓફ ધ યર માટે પસંદ થનારો એકમાત્ર ભારતીય પણ રહ્યો હતો. તેના પહેલાના વર્ષમાં છેલ્લા દિવસે તેણે ટ્વીટ કરીને પોતાના ફેન્સને શુભકામનાઓ આપી હતી જેમણે તેને 2022માં તેનો દિલથી સપોર્ટ કર્યો હતો. એટલું જ નહીં તેણે આશા પણ વ્યક્ત કરી છે કે, 2023નું વર્ષ ગયા વર્ષની સરખામણીમાં વધારે સારું રહેવાની આશા કરે છે.

સૂર્યકુમાર યાદવ માટે 2022નું વર્ષ કેટલીક જગ્યાઓ પર ઘણું સારું રહ્યું હતું. ભારતના મિસ્ટર 360 ડિગ્રી સૂર્યકુમાર યાદવે 187.43ની સ્ટ્રાઇક રેટ અને 46.56ની એવરેજ થી 1164 રન બનાવ્યા હતા. તે ટી 20માં સર્વાધિક રન બનાવનારો બેટ્સમેન પણ રહ્યો હતો. તેના સિવાય તેણે 2022માં 68 સિક્સ માર્યા હતા જે વર્ષમાં આ ફોર્મેટમાં કોઇ પણ ખેલાડી દ્વારા સૌથી વધારે રહ્યા છે. તેણે વર્ષમાં બે સેન્ચ્યુરી અને નવ હાફ સેન્ચ્યુરી બનાવી હતી.

વર્ષના અંતમાં સૂર્યકુમાર યાદવે રણજી ટ્રોફીમાં 3 વર્ષ પછી વાપસી કરી. તેની વાપસી પણ શાનદાર રહી અને તેણે હૈદરાબાદ અને સૌરાષ્ટ્ર વિરૂદ્ધ શાનદાર હાફ સેન્ચ્યુરીની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી ટેસ્ટ મેચની સીરીઝમાં સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં પણ મોકો આપવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp