મેચ બાદ કોહલીએ ઇન્સ્ટા પર સૂર્યાનો ફોટો મૂક્યો, સૂર્યાએ લખ્યું- ભાઉ....

PC: twitter.com/BCCI

શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી T20 મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમત સદી લગાવી. માત્ર 51 બૉલમાં 112 રન બનાવીને સૂર્યકુમાર યાદવે શ્રીલંકન ટીમનો પરસેવો છોડાવી દીધો હતો. આ શાનદાર ઇનિંગ બાદ સૂર્યકુમાર યાદવે ફેન્સનો આભાર માન્યો. સાથે જ તેમના માટે એક સ્પેશિયલ ઇન્ટાગ્રામ પોસ્ટનો જવાબ પણ આપ્યો. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ મેચ બાદ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં મેચ પૂરી થયા બાદ સૂર્યકુમાર યાદવ ડ્રેસિંગ રૂમમાં જઇ રહ્યો છે અને સાથી ખેલાડી તેની સાથે વાતચીત કરી રહ્યા છે.

આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તેની ઇનિંગને લઇને આવેલી સોશિયલ મીડિયા કમેન્ટ્સ પણ જોઇ. સૂર્યકુમાર યાદવે પોતાનું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું અને સૌથી પહેલા વિરાટ કોહલીની સ્ટોરી જોઇ. વિરાટ કોહલીએ શાનદાર સદી લગાવનારા સૂર્યકુમાર યાદવની તસવીર નાખી હતી અને તેના વખાણ કર્યા હતા. સૂર્યકુમાર યાદવ સ્ટેટસ જોઇને ખૂબ ખુશ થયો અને કહ્યું ઓ બાબા રે બાબા કોણે નાખી છે આ સ્ટોરી, સ્ટોરી તો ચાલશે ભાઇ મજા આવી ગઇ, ક્લાસ. સૂર્યકુમાર યાદવે પણ વિરાટ કોહલીને જવાબ આપ્યો અને કહ્યું કે, મજા આવી ગઇ ભાઇ. ખૂબ પ્રેમ. જલદી મળીએ છીએ.

એ સિવાય સૂર્યકુમાર યાદવે મેદાન અને ટીમ હોટલ બહાર ઉપસ્થિત ફેન્સનો પણ આભાર માન્યો. મોટી સંખ્યામાં ફેન્સ સૂર્યકુમાર યાદવના નામના નારા લગાવી રહ્યા હતા અને તેની એક ઝલક જોવા માટે તરસી રહ્યા હતા. રાજકોટમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં સૂર્યકુમાર યાદવે 51 બૉલમાં 112 રનોની ઇનિંગ રમી. પોતાની ઇનિંગમાં સૂર્યકુમાર યાદવે 7 ફોર અને 9 સિક્સ લગાવ્યા. સૂર્યકુમાર યાદવના T20 કરિયરની આ ત્રીજી સદી હતી. સૂર્યકુમાર યાદવે વર્ષ 2021માં T20 ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2022માં તેણે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.

સાથે જ સૂર્યકુમાર યાદવ બૉલના હિસાબે સૌથી ઝડપથી 1500 T20 રન બનાવનારો બેટ્સમેન પણ બની ગયો. તેની આ વિસ્ફોટક ઇનિંગના કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો સૂર્યકુમાર યાદવને શાનદાર પ્રદર્શન માટે આ T20 સીરિઝમાં તેને ઉપકેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. હવે દરેકની નજર વન-ડે સીરિઝ પર છે કેમ કે વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધી તેણે પોતાને સાબિત કરવાની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp