ગિલ માટે T20 ફોર્મેટ સારુ નથી,યુવા બેટ્સમેનને લઇને પૂર્વ ખેલાડીએ આપી પ્રતિક્રિયા

PC: twitter.com/ShubmanGill

પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, T20 ફોર્મેટ શુભમન ગિલ માટે યોગ્ય નથી અને આ જ કારણે શ્રીલંકા વિરુદ્ધ બચેલી મેચ તેના માટે ખૂબ મહત્ત્વની થઇ જાય છે. શુભમન ગિલે મુંબઇમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી પહેલી મેચમાં પોતાનું T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. જો કે, પોતાની ડેબ્યૂ મેચમાં તે એટલું સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. 5 બૉલમાં 7 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. એક સ્વીપ શૉટ રમવાના ચક્કરમાં તે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.

તો પૂણેમાં રમાયેલી બીજી મેચમાં પણ તે કંઇ ખાસ પ્રદર્શન ન કરી શક્યો. તે 3 બૉલમાં 5 રન બનાવીને રજિથાની ઓવરમાં સ્પિનર મહિશ તીક્ષ્ણાને કેચ પકડાવી બેઠો હતો. આકાશ ચોપરાના જણાવ્યા મુજબ, હવે આગામી T20 મેચનું મહત્ત્વ શુભમન ગિલ માટે ખૂબ મહત્ત્વનું છે, પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, મારા હિસાબે આ મેચ ખૂબ મહત્ત્વની છે. હું એમ એટલે કહી રહ્યો છું કેમ કે, જ્યારે હું શુભમન ગિલને રમતો જોઉ છું તો પછી મને લાગે છે કે તે લાંબા ફોર્મેટનો ખેલાડી છે.

આકાશ ચોપરાએ કહ્યું કે, જે પ્રકારે તે રમે છે T20 તેના માટે આઇડિયલ ફોર્મેટ નથી. આકાશ ચોપરાના જણાવ્યા મુજબ, ટેસ્ટ ફોર્મેટમાં શુભમન ગિલ લાંબી રેસનો ઘોડો સાબિત થઇ શકે છે. આકાશ ચોપરાએ આગળ કહ્યું કે, હું શુભમન ગિલને લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા માગું છું. તે કદાચ કેપ્ટન પણ બની શકે છે. તે ઘણા વર્ષો સુધી ભારત માટે વન-ડે ક્રિકેટ રમશે. ત્યાં પણ તે કેપ્ટન બની શકે છે. જો શુભમન ગિલની વાત કરીએ તો વન-ડેમાં તેનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. તેણે ગયા વર્ષે 12 મેચ રમી અને આ દરમિયાન 102.57ની સ્ટ્રાઇક રેટ અને 70.88ની એવરેજથી 638 રન બનાવ્યા હતા. તેના માટે ટેસ્ટ મેચોમાં પણ તે સારી ઇનિંગ રમી ચૂક્યો છે. જો કે, બે ટેસ્ટમાં મળીને તે માત્ર 12 રન બનાવી શક્યો છે.

જો બીજી T20 મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા શ્રીલંકન ટીમે કુસલ મેન્ડિસ (52) અને કેપ્ટન દાસૂન સનાકા (56)ની મદદથી સીમિત 20 ઓવરમાં 206 રનનો સ્કોર બનાવ્યો હતો, 207 રનના વિશાળ ટારગેટના જવાબમાં ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને રન માત્ર 190 રન જ બનાવી શકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp