બાંગ્લાદેશી ક્રિકેટરનો લવારો- જો પત્ની કામ કરે તો, પરિવાર બર્બાદ થઇ જાય છે

PC: freepressjournal.com

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તંજીમ હસન સાકિબ એ સમયે મુશ્કેલીમાં મૂકાઇ ગયો જ્યારે સોશિયલ મીડિયા પર તેની મહિલાઓ પ્રત્યે અપમાનજનક ટિપ્પણીવાળી જૂની પોસ્ટ વાયરલ થઇ ગઇ. હસન સાકિબે સપ્ટેમ્બર 2022માં ફેસબુક પર કામ કરતી મહિલાઓની ટીકા કરી હતી. આ વિવાદ એ સમયે બહાર આવ્યો, જ્યારે થોડા દિવસ પહેલા જ તેણે એશિયા કપમાં ભારત સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને તિલક વર્માને આઉટ કર્યા પછી મેચ વિનિંગ છેલ્લી ઓવર નાખીને બાંગ્લાદેશમાં રાતો-રાત હીરો બનનાર તંજીમની હકીકત સામે આવવા લાગી છે. મહિલા અધિકાર કાર્યકર્તાઓ અને ફેમિનિસ્ટોએ તેના જૂના પોસ્ટને વાયરલ કરવાનું શરૂ કર્યું, જેમાં તેણે મહિલાઓ વિશે ખરાબ વાતોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

તંજીમે ગયા વર્ષે ફેસબુક પર પોસ્ટ કરી હતી કે, જો પત્ની કામ કરે છે તો પતિના અધિકારો સુનિશ્ચિત હોતા નથી. જો પત્ની કામ કરે છે તો બાળકોના અધિકારો સુનિશ્ચિત રહેતા નથી. જો પત્ની કામ કરે છે તો તેમની સુંદરતા ખરાબ થઇ જાય છે. જો પત્ની કામ કરે છે તો પરિવાર બર્બાદ થઇ જાય છે. પત્ની કામ કરે તો ઘૂંઘટ ખરાબ થઇ જાય છે. જો પત્ની કામ કરે છે તો સમાજ બર્બાદ થઇ જાય છે.

હાલના વર્ષોમાં બાંગ્લાદેશની આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે કપડાના કારખાનાઓમાં મોટાભાગે મહિલાઓ કામ કરે છે. પણ આ બહુસંખ્યક મુસ્લિમ દેશમાં રૂઢિવાદી પિતૃસત્તાત્મક વલણ હજુ પણ યથાવત છે. વધુ એક પોસ્ટમાં તંજીમે પુરુષોને ચેતવણી આપી કે, જો તેમના દીકરાઓએ આવી કોઇ મહિલા સાથે લગ્ન કર્યા જે યુનિવર્સિટીમાં પોતાના પુરુષ મિત્રોની સાથે સ્વતંત્ર રીતે હળે-મળે છે તો એ સારી માતા બનશે નહીં.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ...

આ મામલો વધારે તૂલ પકડતા હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એક્શનમાં આવ્યું છે. તંજીમ હસન સાકિબના પોસ્ટની તપાસ કરવામાં આવી રહી છે. પેરિસ સ્થિત ફેમિનિસ્ટ લેખિકા અને બિઝનેસવુમન જન્નતુન નઇમ પ્રીતિએ લખ્યું કે, બાંગ્લાદેશ ટીમની જર્સીઓ એ ફેક્ટ્રીઓમાં બનાવાય છે, જેમાં મોટેભાગે મહિલાઓ કામ કરે છે. મને તારા માટે ખેદ છે કે તુ તારી માતાને એક સામાન્ય વ્યક્તિ નથી માનતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp