ICC વન-ડેવર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને સ્થાન નહીં

PC: icc-cricket.com

ICCવન-ડે વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ આ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 સીઝનમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાશે.

ભારતીય ક્રિક્રેટ ટીમ અત્યારે એશિયા કપ 2023 રમી રહી છે. પરંતુ આ પછી ટીમે  વર્લ્ડ કપ 2023 પોતાના ઘરે રમવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડકપ રમશે.

વન-ડે વર્લ્ડકપ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની સ્કવોડમાં યુઝવેન્દ્ર ચહલને તક મળી નથી, તો એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજૂ સેમ્સન પણ આ યાદીમાંથી બહાર છે. તિલક વર્માને પણ સ્થાન મળ્યું નથી. તો બીજી તરફ એશિયા કપની એક પણ મેચ નહીં રમનારા કે એલ રાહુલને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી ગઇ છે.

વર્લ્ડકપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. આ વખતે વર્લ્ડ કપની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

કે એલ રાહુલને IPLમાં જાંઘમાં ઇજા થઇ હતી. જો કે, તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે અને શ્રીલંકામાં એશિયા કપ પહેલા આગામી મેચોમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાય તેવી શક્યતા છે. રાહુલ ટીમમાં હોવાના કારણે સંજુ સેમસન બહાર છે. તિલક વર્મા અને પ્રસિદ્ધ ક્રિષ્ણા પણ બહાર છે.

એવું પહેલીવાર બની રહ્યું છે કે ભારત એકલું જ વર્લ્ડકપની યજમાની કરશે. આ પહેલા ભારતે 1987,1996 અને 2011 વર્લ્ડકપની સંયુકત યજમાની કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 3 મેચની વનડે સીરીઝ રમવાની છે.

વર્લ્ડ કપ 2023 માટે આ વખતે 45 દિવસમાં 48 મેચો રમાશે. આ માટે 10 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.પહેલી સેમી ફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી મેચ બીજા દિવસે કોલકાતામાં રમાશે.બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ અમદાવાદમાં 19 નવેમ્બરે યોજાશે જ્યારે 20 નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ મેચ હશે

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર),સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), જસપ્રિત બુમરાહ, રવિન્દ્રવિંદ
જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.

ભારત સહિત અન્ય તમામ 10 દેશોની ટીમોમાં હજુ ફેરફારનો અવકાશ છે.    

જો કોઇ દેશ પોતાની જાહેર કરેલી ટીમમાં બદલાવ કરવા માંગે છે તો 28 સપ્ટેમ્બર સુધીમાં ICCની મંજૂરી વગર બદલાવ કરી શકે છે. 28 સપ્ટેમ્બરે દરેક દેશે ફાઇનલ ટીમ જાહેર કરવી પડશે. એ પછી બદલાવ માત્ર ICCની મંજૂરી પછી જ કરી શકાશે.

ભારતની મેચનો શેડ્યુલ

8 ઓકટોબર ઓસ્ટ્રેલિયા સામે, ચેન્નાઇમાં

11 ઓકટોબર અફઘાનિસ્તાન સામે, દિલ્હીમાં

14 ઓકટોબર પાકિસ્તાન સામે, અમદાવાદમાં

19 ઓકટોબર બાંગ્લાદેશ સામે પુણેમાં

22 ઓકટોબર ન્યુઝીલેન્ડ સામે, ધર્મશાળામાં

29 ઓકટોબર ઇંગ્લેંડ સામે લખનૌ

2 નવેમ્બર શ્રીલંકા સામે મુંબઇમાં

5 નવેમ્બરે સાઉથ આફ્રીકા સામે કોલકાત્તામાં

12 નવેમ્બરે નેધરલેન્ડ સામે, બેંગુલુરમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp