મહિલા ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને U19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી

PC: twitter.com/BCCI

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા અંડર-19 મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શુક્રવારે પોચેફસ્ટ્રુમના સેનવેસ પાર્કમાં રમાયેલી સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને 8 વિકેટે હરાવી દીધી. હવે ફાઇનલમાં ભારતીય મહિલા અંડર-19 ટીમનો સામનો ઓસ્ટ્રેલિયન અને ઇંગ્લેન્ડ વચ્ચે થનારી બીજી સેમીફાઇનલ મેચની વિજેતા સાથે થશે. ભારતીય મહિલા ટીમને જીત માટે 108 રનોનો ટારગેટ મળ્યો હતો, જેને તેણે 14.2 ઓવરોમાં જ હાંસલ કરી લીધો હતો.

શ્વેતા સેહરાવતે ફરી એક વખત શાનદાર રમત દેખાડતા 45 બૉલમાં નોટઆઉટ 61 રન બનાવ્યા જેમાં 10cr ફોર સામેલ હતા. તો સૌમ્યા તિવારીએ 22 રનોની ઇનિંગ રમી હતી. જો કે, કેપ્ટન શેફાલી વર્મા આ મેચમાં કમાલ ન દેખાડી શકી અને તેના બેટથી માત્ર 10 રન નીકળ્યા હતા. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની મહિલા અંડર-19 ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને તેણે 5 રનના સ્કોર પર જ પોતાના ઓપનિંગ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી.

એના બ્રાઉનિંગને (1) જ્યાં મન્નત કશ્યપે સૌમ્યા તિવારીના હાથે કેચ આઉટ કરાવી. તો એમા મેકલિયોડને 2 રનના અંગત સ્કોર પર ટાઇટસ સાધુએ LBW કરી હતી. બે વિકેટ પડ્યા બાદ જોર્જિયા પ્લીમર અને વિકેટકીપર બેટ્સમેન ઇસાબેલ ગેઝે 37 રનોની પાર્ટનરશિપ કરીને ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગેઝ આઉટ થયા બાદ વિકેટ પડવાનો સિલસિલો ફરીથી શરૂ થઇ ગયો, જે અંતિમ ઓવર સુધી ચાલુ રહ્યો. પરિણામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 107 રન જ બનાવી શકી.

પ્લીમરે 32 બૉલનો સામનો કરતા સર્વોચ્ચ 35 રન બનાવ્યા, જેમાં 2 ફોર સામેલ હતા. તો ઇસાબેલ ગેઝે 4 ફોરની મદદથી 26 રનોની ઇનિંગ રમી. આ બંને સિવાય કેપ્ટન ઇઝી શાર્પ (13) અને કેલી નાઇટ (13 રન) જ ડબલ ડિજિટ સુધી પહોંચી શકી. ભારતીય ટીમ તરફથી પાશ્વી ચોપડાએ 20 રન આપીને 3 વિકેટ લીધી. તો ટી. સાધુ, મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને અર્ચના દેવીને પણ 1-1 વિકેટ મળી. તો પેજ લૉગેનબર્ગ અને કાઇલી નાઇટ રન આઉટ થઇ. તો ન્યૂઝીલેન્ડ તરફથી એના બ્રાઉનિંગ જ વિકેટ લઇ શકી.

વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમની સફર:

દક્ષિણ આફ્રિકન ટીમને 7 વિકેટે હરાવી (ગ્રુપ મેચ).

UAE વિરુદ્ધ 122 રનોથી જીત (ગ્રુપ મેચ).

સ્કોટલેન્ડને 83 રને હરાવી (ગ્રુપ મેચ).

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 7 વિકેટે હાર.

શ્રીલંકા વિરુદ્ધ 7 વિકેટે જીત.

ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાંઆ પ્રવેશી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp