ત્રીજી મેચ પહેલા પદ્મનાભસ્વામી મંદિર પહોંચી હતી ટીમ ઈન્ડિયા, ખેલાડીઓનો ફોટો વાયર

PC: aajtak.in

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે રવિવાર (15 જાન્યુઆરી)ના રોજ તિરુવનંતપુરમમાં રમાવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે પહેલા જ શરૂઆતી બે મેચ જીતીને સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમનું લક્ષ્ય ત્રીજી વન-ડે જીતીને મુલાકાતી ટીમની ધૂળ સાફ કરવાનું રહેશે. ત્રીજી વન-ડે માટે ભારતીય ટીમ પણ તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે.

ત્રીજી વન-ડે મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શ્રી પદ્મનાભસ્વામી મંદિર પહોંચ્યા અને ભગવાનના આશીર્વાદ લીધા. આ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે. સદીઓ જૂના પ્રાચિન મંદિરના દર્શન દરમિયાન ભારતીય ખેલાડીઓ પરંપરાગત વસ્ત્રો (ધોતી) પહેરીને જોવા મળ્યા હતા. આને લગતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કેરળ રાજ્યના વખાણ કરતા ફેન્સને અહીં આવવાની સલાહ આપી હતી. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે બીચ પર નાસ્તો કરતા તસવીર પણ શેર કરી હતી. કોહલીએ કહ્યું, 'કેરળમાં રહેવું કોઈ આનંદથી ઓછું નથી. મને અહીં આવવું ગમે છે. કેરળની સુંદરતાનો અનુભવ કરવો જોઈએ અને હું દરેકને સલાહ આપીશ કે તેઓ અહીં આવે અને ઉર્જાનો અનુભવ કરે. કેરળ ચોક્કસપણે તેના પગ પર પાછું ફરી ગયું છે અને અહીં આવવું એકદમ સલામત છે. જ્યારે પણ હું અહીં આવું છું, ત્યારે આ જગ્યા મને આનંદની અનુભૂતિ કરાવે છે.'

શ્રીલંકા સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. ઓપનર ઈશાન કિશન અને મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પ્રથમ બે મેચમાં તક મળી ન હતી, તેથી તેઓ પોતાના વારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઈશાન કિશન અને સૂર્યકુમાર તાજેતરના સમયમાં શાનદાર ફોર્મમાં છે. ઇશાન કિશને બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી. આ સાથે જ સૂર્યકુમારે શ્રીલંકા સામેની ત્રણ મેચોની સીરિઝની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી.

ત્રીજી વન-ડે માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp