પંત માટે ભારતીય ટીમનો સ્પેશિયલ વીડિયો સંદેશ, કહ્યું- મિસ યુ, જલદી પાછો આવી જા

PC: twitter.com/BCCI

આજથી ભારત અને શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝની શરૂઆત થવા જઇ રહી છે. ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત માટે શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝ થવા અગાઉ ભારતીય ટીમે ખાસ વીડિયો શેર કર્યો છે. તેમાં કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઇશાન કિશન સહિતના ખેલાડીઓ તેના જલદી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ રિષભ પંતને મિસ કરી રહ્યા છે. ડાબા હાથના વિકેટકીપર બેટ્સમેન 30 નવેમ્બરના રોજ દિલ્હીથી રુડકી જતી વખત રોડ એક્સિડન્ટનો શિકાર થઇ ગયો હતો.

હાલમાં તે દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં ઇજાથી સારો થઇ રહ્યો છે. શ્રીલંકા વિરુદ્ધ લિમિટેડ ઓવર્સ સીરિઝ માટે તેનું સિલેક્શન થયું નહોતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાના ટ્વીટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆત કોચ રાહુલ દ્રવિડથી થાય છે. તેઓ કહે છે કે, આશા છે કે તું સારો હશે. તું જલદી સારો થશે. છેલ્લા એક વર્ષમાં જ્યારે પણ અમે મુશ્કેલ પરિસ્થિતિમાં રહ્યા, તને ભારતીય  ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં કેટલીક શાનદાર ઇનિંગ રમતા જોવાનું મને સૌભાગ્ય મળ્યું છે.

તેઓ આગળ કહે છે કે, હું જાણું છું કે, તારામાં મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાની ક્ષમતા છે. આ એવો જ એક પડકાર છે અને મને ખબર છે કે તું વાપસી કરશે જેમ તે ગયા વર્ષે ઘણી વખત કર્યું છે. તારા જલદી પાછા આવવાની રાહ છે. રાહુલ દ્રવિડ બાદ વીડિયોમાં કેપ્ટન હાર્દિક પંડ્યા આવે છે. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલ આવે છે. યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, જલદીથી સારો થઇને આવી જા, સાથે ચોગ્ગા-છગ્ગા મારીશું.

એ સિવાય ઇશાન કિશન અને શુભમન ગિલ પણ રિષભ પંતના વહેલી ટેક સારી થવાની કામના કરે છે. રિષભ પંતના સ્વાસ્થ્યમાં સુધાર બાદ ICUથી મેક્સ હૉસ્પિટલના પ્રાઇવેટ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. અકસ્માત શુક્રવારે સવારે 5:30 વાગ્યાની આસપાસ થયો, જ્યારે રિષભ પંતની લકઝરી કાર ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ હતી. રિષભ પંત માંડ-માંડ બચી ગયો, પરંતુ તેના માથા, પગ અને પીઠના ભાગે ઇજા થઇ છે. તેના જમણા ઘૂંટણનું લીગામેન્ટ ટિયર થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp