26th January selfie contest

રોહિત-રાહુલ-કોહલી વિનાની ટીમ ઈન્ડિયા, શું હાર્દિક પંડ્યા કરશે ચમત્કાર?

PC: india.postsen.com

ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત એક એવી શ્રેણીથી કરી રહી છે જેમાં ત્રણ દિગ્ગજ ખેલાડી નહીં હોય. શ્રીલંકા સામે મંગળવારથી શરૂ થનારી ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય T20 ટીમ વિરાટ કોહલી, રોહિત શર્મા અને KL રાહુલ વિના હશે. હવે હાર્દિક પંડ્યા પર મોટી જવાબદારી છે. તે 'મિશન 2024' માટે મજબૂત પાયો નાખવાનો પ્રયાસ કરશે. આ વર્ષે ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આવી સ્થિતિમાં, રમતનું સૌથી ટૂંકું ફોર્મેટ ભારતીય ટીમ માટે પ્રાથમિકતા નથી, પરંતુ આનાથી હાર્દિક પંડ્યાને ભવિષ્ય માટે ખાસ કરીને 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તેની વ્યૂહરચના તૈયાર કરવામાં મદદ મળશે.

તે સ્પષ્ટ છે કે, ભારતના ટોચના ત્રણ બેટ્સમેન રોહિત, કોહલી અને રાહુલ ટીમનો ભાગ નથી. તેના T20 ભવિષ્યને ધ્યાનમાં લીધા વિના, ટીમે તેના વિના આગળ વધવા માટે તૈયાર રહેવું જોઈએ. હાલમાં જ ભારતીય ટીમની સૌથી મોટી સમસ્યા એ રહી છે કે, ટોચના ક્રમના બેટ્સમેન મુક્તપણે રમવામાં નિષ્ફળ રહ્યા હતા, જેની કિંમત ટીમને T20 વર્લ્ડ કપમાં ભોગવવી પડી હતી.

જો આપણે ટીમ કોમ્બિનેશનની વાત કરીએ તો ગયા અઠવાડિયે કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રિષભ પંતે ઈશાન કિશન સાથે ન્યૂઝીલેન્ડમાં ઈનિંગ્સની શરૂઆત કરી હતી. જો કે શ્રીલંકા સામેની શ્રેણી માટે પંતની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી, પરંતુ વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચમાં ઋતુરાજ ગાયકવાડ ઈશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરે તેવી પૂરી સંભાવના છે.

ઈશાન અને ઋતુરાજ છેલ્લા કેટલાક વર્ષોથી IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે અને આ તેમના માટે ટીમમાં તેમના સ્થાનની ચિંતા કર્યા વિના તેમની કુશળતા દર્શાવવાની વાસ્તવિક તક છે. 18 મહિના પછી રમાનારી આગામી T20 વર્લ્ડ કપ રમાવાનો છે, તેથી આ બંનેને પૂરતી તકો મળવાની સંભાવના છે, જોકે આ વર્ષે 15 કરતાં ઓછી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, કારણ કે ટીમ મેનેજમેન્ટ વનડેને વધુ પ્રાધાન્ય આપશે.

હાર્દિક પાસે શુભમન ગિલ ઓપનર તરીકે બીજો વિકલ્પ છે, જે અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરી શક્યો નથી. ત્રીજા નંબર પર, કેપ્ટન વિશ્વના નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ કરી શકે છે. હાર્દિક છ બોલરોને પ્લેઈંગ ઈલેવનમાં રાખવાના પક્ષમાં છે અને આવી સ્થિતિમાં દીપક હુડાને પ્રથમ મેચમાં તક મળી શકે છે.

ટીમ મેનેજમેન્ટે મિડલ ઓર્ડરમાં સંજુ સેમસન અને જે હજુ સુધી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી તેવા રાહુલ ત્રિપાઠી વચ્ચે પસંદગી કરવાની રહેશે, ત્રિપાઠી છેલ્લા કેટલાક સમયથી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નથી અને શ્રીલંકા સામે પણ તેને બહાર રહેવું પડી શકે છે, કારણ કે સેમસનને તેના અનુભવના આધારે પ્રાથમિકતા મળી શકે છે.

શિવમ માવી અને મુકેશ કુમારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં ફાસ્ટ બોલિંગ આક્રમણમાં અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને ઉમરાન મલિકની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. ભારત પાસે વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલના રૂપમાં ઓલરાઉન્ડર વિકલ્પો હાજર છે. વિશેષજ્ઞ સ્પિનર યજુવેન્દ્ર ચહલને શ્રેણીની પ્રથમ મેચમાં તક મળે તેવી શક્યતા છે.

વર્તમાન એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ તેની ધરતી પર ભારતને આકરો પડકાર આપવાનો પ્રયાસ કરશે. શ્રીલંકાએ લંકા પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરનાર અવિષ્કા ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ને અને સદીરા સમરવિક્રમાને જાળવી રાખ્યા છે.

ફર્નાન્ડો અને કરુણારત્ને ટીમમાં પાછા ફર્યા છે અને તેઓ પોતાનો પ્રભાવ પાડવા માટે આતુર હશે. શ્રીલંકાને મિડલ ઓર્ડરમાં ભાનુકા રાજપક્ષે પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp