પૂર્વ દિગ્ગજનું ચોંકાવનારું નિવેદન- સારું થયું રાહુલ ત્રીજી ટેસ્ટમાં ન રમ્યો

PC: twitter.com/klrahul

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇન્દોર ટેસ્ટમાં ભારતીય ટીમે ઓપનર અને પૂર્વ ઉપકેપ્ટન કે.એલ. રાહુલને પ્લેઇંગ ઇલેવનમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી પૂર્વ ઑપનર કૃષ્ણમાચારી શ્રીકાંત ખૂબ ખુશ છે. તેમના જણાવ્યા મુજબ આ પ્રકારની પીચ પર રન બનાવવા મુશ્કેલ છે અને જો કે.એલ. રાહુલ રમતો તો તેનો આત્મવિશ્વાસ હજુ નબળો થઇ જતો. શ્રીકાંતે ઇન્દોરની પીચથી નિરાશા વ્યક્ત કરી છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઇન્દોરની પીચને ‘ખરાબ’ માની અને તેને 3 ડિમેરિટ પોઇન્ટ આપ્યા છે. આ પોઇન્ટ 5 વર્ષ સુધી યથાવત રહેશે. મેચ રેફરી ક્રિસ બ્રોડે કહ્યું કે, પીચ બેટ અને બૉલ વચ્ચે સંતુલન પ્રદાન કરતી નથી અને એ શરૂઆતથી જ સ્પિનરોને અનુકૂળ હતી. પોતાના યુટ્યુબ શૉ પર શ્રીકાંતે કહ્યું કે, ઇન્દોર જેવી પીચો બેટિંગ યુનિટને નિષ્ફળ થવાનું સેટઅપ કરી રહી છે.

તેમણે કે.એલ. રાહુલ અને પીચને લઇને કેટલીક મહત્ત્વની વાત કહી. શ્રીકાંતે કહ્યું કે, સૌથી પહેલા હું કે.એલ. રાહુલ માટે ખુશ છું. સારું છે કે તે ન રમ્યો. જો તે આ વિકેટો પર રમતો અને આગામી 2 ટેસ્ટમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હોત અને તેનું કરિયર સમાપ્ત થઇ જતું. ભગવાનનો આભાર છે કે તે ન રમ્યો. તેમણે આગળ કહ્યું કે, આ પીચો પર બેટિંગ કરવાનું મુશ્કેલ હોય છે. કોઇ પણ હોય, બેટિંગ કરવાનું મુશ્કેલ છે. પછી તે વિરાટ કોહલી હોય કે કોઇ પણ, આ પીચો પર રન નહીં બનાવી શકે.

જો તમે તેના પર ધ્યાન કરો તો પહેલી ઇનિંગમાં બોલિંગ કરી રહેલા કુહ્નેમેનના બૉલને સ્ક્વેર ટર્ન કરાવી રહ્યો હતો. આ વિકેટો પર વિકેટ લેવાની કોઇ મોટી વાત નથી. જો હું બોલિંગ કરતો તો પણ વિકેટ હાંસલ કરતો. આ મુશ્કેલ વાત છે, આપણે સ્વીકારવી પડશે. ત્રીજી ટેસ્ટ મેચમાં હાર મળ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે અમે આ પ્રકારની પીચો પર રમવા માગીએ છીએ. તો શ્રીકાંતે કહ્યું કે, ઇન્દોર જેવી પીચો ટેસ્ટ ક્રિકેટના સારા પ્રચાર માટે નથી અને ભારતે સારી વિકેટ તૈયાર કરવી જોઇએ, ભલે તેઓ ઘરેલુ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવવા માગતા હોય.

ટેસ્ટ ક્રિકેટ માટે આ સારો પ્રચાર નથી. તેઓ ભૂલ કરી રહ્યા છે. હાં જો તમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્ષ 2008ની સીરિઝ જુઓ. પીચો ટર્નર નહોતી, પરંતુ ભારતીય ટીમ સીરિઝ 2-0થી જીતી હતી, પરંતુ અહીં બૉલ પહેલા દિવસથી સ્ક્વેર ટર્ન થઇ રહ્યો છે. આ પીચો પર બેટિંગ કરવાનું મુશ્કેલ છે. આ ટેસ્ટ ક્રિકેટ માટે સારો પ્રચાર નથી. ઘરેલુ લાભ લેવામાં કઇ ખોટું નથી, પરંતુ તમારે થોડી સારી વિકેટ તૈયાર કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp