
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝની પહેલી મેચ 18 જાન્યુઆરી એટલે કે બુધવારે રમાઇ ગઇ. આ મેચમાં ઓપનર શુભમન ગિલે શાનદાર બેવડી સદી ફટકારી. શુભમન ગિલે 149 બૉલમાં 208 રનોની ઇનિંગ રમી, જેમાં 19 ફોર અને 9 સિક્સ સામેલ હતા. શુભમન ગિલ તો મેચ દરમિયાન લાઇમલાઇટમાં રહ્યો જ, ઇશાન કિશને પણ ક્રિકેટર્સ અને ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું. ઇશાન કિશને એક સમયે મજાકીયા અંદાજમાં સ્ટમ્પ્સ ઉપર બેલ્સ ઉડાવી દીધી, જ્યારે બેટ્સમેન એ સમયે પીચ પર જ ઉપસ્થિત હતો.
આ ઘટના કુલદીપ યાદવ દ્વારા નાખવામાં આવેલી 16મી ઓવર દરમિયાન ઘટી હતી. એ ઓવરના ચોથા બૉલ પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે બૉલને ડિફેન્સ કર્યો. આ દરમિયાન ઇશાન કિશને બેલ્સ પાડીને અપીલ કરી દીધી. ત્યારબાદ ફિલ્ડ અમ્પાયર્સે થર્ડ અમ્પાયર પાસે જવાનું ઉચિત સમજ્યું. રિપ્લેમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું હતું કે, ટોમ લેથમનું શરીર સ્ટમ્પ્સ સાથે કોઇ સંપર્ક થયો નહોતો અને તે પીચ પર જ હતો. મેદાન પર લાગેલા મોટા સ્ક્રીન પર રિપ્લે દેખાડવામાં આવતા ઇશાન કિશનના ચહેરા પર હાસ્ય નજરે પડ્યું.
Latham getting the taste of his medicine. Shell shocked he is.
— Ravi Sinha (@_ravitweets) January 18, 2023
Ishan Kishan, bhai getting cheeky 😂😂pic.twitter.com/eTlrpCap9s
ઇશાન કિશનની આ હરકત ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને મુરલી કાર્તિકને પસંદ ન આવી. કમેન્ટ્રી કરી રહેલા સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ઇશાને જે કર્યું તે ક્રિકેટ નથી. મુરલી કાર્તિકનું પણ માનવું હતું કે ઇશાન કિશને મનોરંજન માટે અપીલ કરવી જોઇતી નહોતી. ઇશાન કિશનને લઇને ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રતિક્રિયા આપી અને ત્યારબાદ કુલદીપ યાદવે પોતાની તે ઓવર પૂરી કરી. રસપ્રદ વાત એ છે કે ટોમ લેથમે પણ ભારતની ઇનિંગ દરમિયાન લગભગ એમ જ કર્યું હતું અને હાર્દિક પંડ્યાને એ સમયે ત્રીજા અમ્પાયરે આઉટ પણ આપી દીધો
Ishan Kishan was definately trolling Tom Latham. #ShubmanGill #INDvsNZ #ViratKohli𓃵 #RohitSharma𓃵 #SuryakumarYadav #HardikPandya𓃵 #IshanKishan #1000runs #1stODIs #150runs #notout #NOTOUT #TomLatham pic.twitter.com/8BWBRAQOwo
— Hits Talks (@RKhabr) January 18, 2023
મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 149 બૉલમાં 208 રનોની યાદગાર ઇનિંગ રમી શુભમન ગિલે લોકી ફોર્ગ્યૂંશનના બૉલ પર સતત 3 સિક્સ લગાવતા પોતાની સદી પૂરી કરી. શુભમન ગિલ સિવાય રોહિત શર્માએ 34 અને સૂર્યકુમા યાદવે 31 રનની ઇનિંગ રમી. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી શિપલે અને ડેરીલ મિચેલે 2-2 વિકેટ લીધી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 337 રન પર ઓલઆઉટ થઇ ગઇ અને ભારતીય ટીમે 12 રનથી મેચ જીતવામાં સફળ રહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp