વન-ડે વર્લ્ડ કપ અગાઉ બદલાઈ શકે છે આ 3 ટીમોના કેપ્ટન! સૌથી મોટું જોખમ બાબર આઝમ પર
વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ વર્ષે આ મોટું ટૂર્નામેન્ટ ભારતમાં આયોજિત થવાનું છે. તેના માટે દરેક ટીમ 2023 શરૂ થતા જ વર્લ્ડ કપ જીતવાની તૈયારીમાં લાગી ગઇ છે. વર્લ્ડ કપ અગાઉ દરેક ટીમમાં બદલાવ જોવા મળી શકે છે. તો કેટલીક ટીમોની હાલત એટલી ખરાબ છે કે તેમના કેપ્ટન પણ બદલાઇ શકે છે. આ આર્ટિકલમાં અમે એવી જ ટીમો બાબતે જણાવવા જઇ રહ્યા છીએ, જેમના કેપ્ટન બદલાઇ શકે છે. તેમાંથી એક પાકિસ્તની ટીમ પણ છે.
- દક્ષિણ આફ્રિકા:
આ સમયે સૌથી વધુ કેપ્ટન્સી જવાનું જોખમ દક્ષિણ આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમા ઉપર છે. ટેમ્બા બાવુમા માટે છેલ્લા કેટલાક મહિના ખૂબ જ ખરાબ રહ્યો છે. આ ખેલાડી પોતાના જ દેશની દક્ષિણ આફ્રિકા T20 લીગ (SA20) લીગના ઓક્શનમાં અનસોલ્ડ રહેવાના કારણે ખૂબ ચર્ચામાં આવ્યો હતો. કારણ છે કે ટેમ્બા બાવુમા વ્હાઇટ બૉલ ફોર્મેટમાં ફોર્મમાં નથી. ન તો આ ખેલાડીના બેટથી રન બની રહ્યા છે અને ન તો તેની કેપ્ટન્સીમાં દમ નજરે પડી રહ્યો છે, જેથી તેને વર્લ્ડ કપમાં કન્ટીન્યૂ કરી શકાય. એવામાં આ ખેલાડી પાસેથી જલદી જ કેપ્ટન્સી જઇ શકે છે.
2. શ્રીલંકા:
આ લિસ્ટમાં એક નામ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાનું પણ છે. દાસુન શનકાની કેપ્ટન્સીમાં શ્રીલંકન ટીમે એશિયા કપની ટ્રોફી જરૂર જીતી, પરંતુ એ સિવાય કેપ્ટન્સીમાં આ ખેલાડી વધારે કમાલ કરી શક્યો નથી. ખાસ કરીને વન-ડે ફોર્મેટમાં તો દાસૂન શનકાની કેપ્ટન્સી ખૂબ જ ખરાબ રહી છે. આ વર્ષની શરૂઆતમાં શ્રીલંક ટીમને ભારત વિરુદ્ધની સીરિઝમાં 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં દાસૂન શનાકાની કેપ્ટન્સી પર પણ જોખમ મંડરાઇ રહ્યું છે.
3. પાકિસ્તાન:
આ લિસ્ટમાં સૌથી મોટું નામ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું છે. બાબર આઝમની કેપ્ટન્સી ઉપર વર્લ્ડ કપ 2023 અગાઉ સૌથી મોટું જોખમ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની સત્તા બદલાયા બાદ સૌથી મોટું જોખમ બાબર આઝમની કેપ્ટન્સી પર જ છે. રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે શાન માસૂદને પાકિસ્તાનનો નવો કેપ્ટન બનાવી શકાય છે. એવામાં 2023ના વર્લ્ડ કપથી પાકિસ્તાનને એક નવો વન-ડે કેપ્ટન મળી શકે છે. ખેર એ તો વર્લ્ડ કપ અગાઉ ખબર પડી જ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp