ભારતના ફુટબોલ ટીમના કોચે જ્યોતિષના કહેવા પર ટીમ નક્કી કરી હતી

PC: indianexpress.com

ભારતીય ફટબોલ ટીમના કોચ ઇગોર સ્ટિમકે ગયા વર્ષે અનેક મેચોમાં જયોતિષની સલાહ પ્રમાણે ટીમની પસંદગી કરી હતી. 9 જૂન 2022માં કોલકાત્તામાં એશિયન કપ ક્વોલિફાયરમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચના 48 કલાક પહેલા નેશનલ ફુટબોલ ટીમના કોચ ઇગારે દિલ્હી NCRના એક જ્યોતિષ ભૂપેશ શર્માને મેસેજ કરીને સંભવિત 11 ખેલાડીઓની યાદી મોકલી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવ્યા મુજબ ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશનના એક અધિકારીએ ઇગોરની જ્યોતિષ સાથે મુલાકાત કરાવી હતી. ઇગોરે મોકલેલા મેસેજ પછી જ્યોતિષે પોતાના જવાબ મોકલી આપ્યો હતો. એ યાદીમાં જ્યોતિષ ભૂપેશે કેટલાંક ખેલાડીઓ માટે લખ્યું, સારું કરી શકે છે, કેટલાંક માટે લખ્યું, વધારે પડતા આત્મવિશ્વાસથી બચવાની સલાહ આપી તો કેટલાંક ખેલાડીઓ માટે ગ્રહ-નક્ષત્રો સારા નથી એવું લખ્યું હતું.

11 જૂને મેચ શરૂ થવાના એક કલાક પહેલા જે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી તે જ્યોતિષની સલાહ મુજબની હતી. ટીમમાં બે ખેલાડીઓને સ્થાન નહોતું મળ્યું કારણકે જ્યોતિષે કહ્યું હતું કે તેમની ગ્રહદશા સારી નથી, તેમનો દિવસ સારો નથી.

ઇગોર અને જ્યોતિષ ભૂપેશ વચ્ચે મે-જૂન 2022 સુધીમાં 100 મેસેજનું આદાન પ્રદાન થયું હતું. આ સમયગાળામાં ભારતે 4 મેચ રમી હતી. જોર્ડન સામે એક મૈત્રીપૂર્ણ મેચ અને કંબોડિયા, અફઘાનિસ્તાન અને હોંગકોંગ સામે ત્રણ એશિયન કપ ક્વોલિફાયર રમ્યા. દરેક મેચ પહેલા સ્ટિમેકે ભૂપેશનો મેસેજ દ્વારા સંપર્ક કર્યો હતો. દરેક મેચ પહેલા, ઇગોરે તેની ટીમને અંતિમ રૂપ આપતા પહેલા જ્યોતિષી પાસેથી માહિતી માંગી હતી અને ખેલાડીઓની ઈજાના અપડેટ્સ તેમજ અવેજી વ્યૂહરચના પણ શેર કરી હતી. 4 ખેલાડીઓની જન્મ તારીખ, સમય અને સ્થાન વિશે પણ માહિતી શેર કરી હતી.

જો કે અફઘાનિસ્તાન સામેની જૂન 2002ની મેચ ભારત 2-1 થી જીત્યું હતું.

કુશલ દાસે ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, હું ભૂપેશ શર્મા એક મીટિંગમાં મળ્યો હતો. તેમમે ઘણી ટેલિકોમ કંપનીઓ અને બોલિવુડ સેલિબ્રિટીઝ માટે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે મને વાતચીત દરમિયાન કહ્યું કે ગ્રહો અને તારાઓની ગતિ લોકોને યોગ્ય નિર્ણયો લેવા માટે પ્રેરિત કરવામાં મદદ કરી શકે છે.

તે વખતે ઇગોર અને મને ચિંતા હતી કે ભારત એશિયન કપ માટે ક્વોલિફાય થશે કે નહીં. મારા માટે સૌથી મહત્વની વાત એ હતી કે ભારતે સ્થાન બનાવવું જોઈએ. તેથી મેં ભૂપેશને કહ્યું કે હું તમને કોચ સાથે સંપર્કમાં રાખીશ.

ભૂપેશના કોન્ટ્રાક્ટ અંગે દાસે કહ્યું, અમે તેની સેવાઓનો બે મહિના માટે ઉપયોગ કર્યો, જેના માટે અમે તેને લગભગ 12-15 લાખ રૂપિયા ચૂકવ્યા. ભારત એશિયન કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે તેથી આ મોટી રકમ લાગતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp