26th January selfie contest

ઈજ્જતના ધજાગરાઃ બાબર અને રિઝવાનને આ ક્રિકેટ લીગમાં કોઈ ખરીદદાર ન મળ્યું

PC: ICC

પાકિસ્તાની સ્ટાર બેટ્સમેન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ચાહનારા ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. હાલના દિવસોમાં આ ખેલાડીઓએ પોતાની શાનદાર રમતથી બધાને પ્રભાવિત કર્યા છે. એ છતા ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત લીગ ‘ધ હન્ડ્રેડ’માં તેમને કોઈ ખરીદદાર મળ્યું નથી. એટલું જ નહીં વેસ્ટ ઈન્ડીઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ, કાયરન પોલાર્ડ અને ન્યૂઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ જેવા દિગ્ગજ પણ આ ડ્રાફ્ટમાં જગ્યા મેળવી શક્યા નથી.

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને જ્યાં આ વખતે કોઈ ખરીદદાર મળી નથી. તો શાહીન આફ્રિદી અને હારીસ રઉફ પોતાની જગ્યા બચાવવામાં સફળ રહ્યા છે. શાહીન આફ્રિદીને વેલ્સ ફાયરે 1 લાખ પાઉન્ડ એટલે કે લગભગ 1 કરોડ રૂપિયાની રકમ સાથે પોતાની સાથે જોડ્યો છે. ગયા વર્ષે વેલ્શની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી. 23 માર્ચ 2023 ગુરુવારના રોજ ‘ધ હન્ડ્રેડ’ માટે ખેલાડીઓને ડ્રાફ્ટ કરવામાં આવ્યા છે.

તેની સાથે જ આઠેય ટીમોએ આગામી સીઝન માટે પોત પોતાની ટીમો પૂરી કરી લીધી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ‘ધ હન્ડ્રેડ’ની ત્રીજી સીઝનની શરૂઆત એશેજ બાદ થશે. બધી ટીમો પાસે હાલમાં 14-14 ખેલાડી છે. ટીમો વાઇલ્ડ કાર્ડ દ્વારા 2-2 વધુ ઘરેલુ ખેલાડીઓને જોડી શકે છે.

વેલ્શ ફાયર:

જોની બેયરસ્ટો, ટોમ અબેલ, ડેવિડ વિલી, શાહીન આફ્રિદી, જો ક્લાર્ક, ગ્લેન ફિલિપ્સ, ઓલી પોપ, હારિસ રઉફ, ડેવિડ પાયને, રૂલોફ વેન ડેર મર્વ, જેક બૉલ, સ્ટીફન એસ્કિનાજી, ડેન ડેથવેટ, જોર્જ સ્ક્રિમશૉ.

લંડન સ્પિરિટ:

માર્ક વુડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ઓલી સ્ટોન, નાથન એલિસ, લિયામ ડોસન, ડેન લોરેન્સ, જેક ક્રાઉલી, જૉર્ડન થોમ્પસન, મેસન ક્રેન, એડન રોસિંગ્ટન, ક્રિસ વુડ, રવિ બોપારા, માઇકલ પેપર.

મેનચેસ્ટર ઓરોજિનલ્સ:

જોસ બટલર, વાનિંદુ હસરંગા, ફિલ સાલ્ટ, લોરી ઇવાન્સ, એશ્ટન ટર્નર, જેમી ઓવરટન, ટોમ હાર્ટલે, રિચાર્ડ ગ્લિસન, પોલ વૉલ્ટર, જોશ ટોંગ, જોશ લિટિલ, વેન મેડસેન, ટોમ લેમોનબી, મિશેલ સ્ટેનલી.

ઉત્તરી સુપરચાર્જર્સ:

બેન સ્ટોક્સ, આદિલ રાશીદ, હેરી બ્રુક, રીસ ટોપલે, ટોમ બેન્ટન, માઇકલ બ્રેસવેલ, એડમ લિથ, એડમ હોંગ, બ્રાયડન કાર્સે, મેથ્યૂ પોટ્સ, ડેવિડ વિશે, જેમી સ્મિથ, ટોમ હેલ્મ, માઈલ્સ હેમંડ, ક્રિસ બેન્જામિન, ડેન મૂસલી.

ટ્રેન્ટ રોકેટ્સ:

જો રુટ, ટોમ કોહલર-કેડમોર, રાશીદ ખાન, ડેવિડ મલાન, એલેક્સ હેલ્સ, લુઈસ ગ્રેગોરી, લ્યૂક વૂડ, કોલિન મુનરો, સેમ કૂક, ડેનિયલ સેમ્સ, સમિત પટેલ, સેમ હેન, બ્રેડ વ્હીલ, મેટ કાર્ટર.

સદર્ન બ્રેવ:

જોફ્રા આર્ચર, ટિમ ડેવિડ, લેઉસ ડૂ પ્લોય, જેમ્સ વિન્સ, ક્રિસ જૉર્ડન, ડેવોન કોનવે, ટાઇમલ મિલ્સ, રેહાન અહમદ, ક્રેગ ઓવરટન, ફિન એલન, જોર્જ ગાર્ટન, જેમ્સ ફૂલર, એલેક્સ ડેવિસ, જો વેધરલી.

ઓવલ અજેય:

સેમ કરન, સુનિલ નરીન, વિલ જેક્સ, જેસન રૉય, ટોમ કરન, સેમ બિલિંગ્સ, સાકીબ મહમુદ, હેનરીક ક્લાસેન, રોસ વ્હાઇટલી, જૉર્ડન ફોક્સ, ગેસ એટકિન્સન, ઈહસાનુલ્લહ ખાન, ડેની બ્રિગ્સ, નાથન સૉટર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp