ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યર 2022મા ભારતના 3 ખેલાડીનો સમાવેશ

PC: BCCI

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ 2022ના એવોર્ડની જાહેરાત થવાની શરૂઆત થઇ ગઇ છે. સોમવારે સૌથી પહેલા ICC T20 ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો છે. ICCની આ ટીમમાં 3 ભારતીય ખેલાડી સામેલ છે, જેમાં સૌથી વધુ રન બનાવનાર સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ છે. ICC T20 ટીમમાં જગ્યા હાંસલ કરનાર સૂર્યકુમાર યાદવ સિવાય વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા પણ છે.

ICC દ્વારા આ ટીમની કેપ્ટન્સી જોસ બટલરને સોંપવામાં આવી છે, જેની આગેવાનીમાં ઇંગ્લિશ ટીમે ઓસ્ટ્રેલિયામાં આયોજિત થયેલા T20 વર્લ્ડ કપ 2022ને જીત્યો હતો. ટીમમાં ભારતના 3, પાકિસ્તાનના 2, ઇંગ્લેન્ડના 2, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઝીમ્બાબ્વે અને આયરલેન્ડના 1-1 ખેલાડીને સામેલ કરવામાં આવ્યાઆ છે. એટલે કે ICCના આ એવોર્ડ્સમાં ભારતનો દબદબો જોવા મળ્યો છે.

અહીં બે બેટ્સમેન અને એક ઓલરાઉન્ડરને જગ્યા આપવામાં આવી છે. ICC મેન્સ T20માં વેસ્ટ ઇન્ડીઝ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા દેશોના ખેલાડીઓને પણ જગ્યા મળી શકી નથી.

ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યર 2022:

જોસ બટલર (કેપ્ટન, વિકેટકીપર) (ઇંગ્લેન્ડ)

મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)

વિરાટ કોહલી (ભારત)

સૂર્યકુમાર યાદવ (ભારત),

ગ્લેન ફિલિપ્સ (ન્યૂઝીલેન્ડ)

સિકંદર રઝા (ઝીમ્બાબ્વે)

હાર્દિક પંડ્યા (ભારત)

સેમ કરન (ઇંગ્લેન્ડ)

વાનિંદુ હસરંગા (શ્રીલંકા)

હારિસ રઉફ (પાકિસ્તાન)

જોશ લિટિલ (આયરલેન્ડ)

સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં ભારતીય ટીમ જ નહીં, આખી દુનિયામાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન હતો. સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં 31 T20 મેચમાં કુલ 1164 રન બનાવ્યા, આ દરમિયાન તેના બેટથી 2 સદી પણ નીકળી હતી. તો વિરાટ કોહલીએ પણ એશિયા કપમાં સદી બનાવી હતી, જ્યારે T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન વિરુદ્ધ રમેલી તેની ઇનિંગને T20 ક્રિકેટની ઐતિહાસિક માનવામાં આવી.

ICC મહિલા T20 ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યર:

માત્ર પુરુષ જ નહીં, પરંતુ મહિલા ટીમમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. ICC વુમન્સ ટીમ ઓફ ધ યરમાં કુલ 4 ભારતીય મહિલા ખેલાડીઓને જગ્યા મળી છે. તેમાં સ્મૃતિ મંધાના, દિપ્તી શર્મા, રેણુકા સિંહ અને ઋચા ઘોષને ICCએ પોતાની ટીમમાં જગ્યા આપી છે.

ICC વુમન્સ T20 ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યર 2022:

સ્મૃતિ મંધાના (ભારત)

બેથ મૂની (ઓસ્ટ્રેલિયા)

સોફી ડિવાઇન (કેપ્ટન, ન્યૂઝીલેન્ડ)

એશ ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા)

તાહિલા મેકગ્રા (ઓસ્ટ્રેલિયા)

નિદા ડાર (પાકિસ્તાન)

દિપ્તી શર્મા (ભારત)

ઋચા ઘોષ (વિકેટકીપર, ભારત)

સોફી સકલેસટોન (ઇંગ્લેન્ડ)

ઇનોકા રાણાવીરા (શ્રીલંકા)

રેણુકા સિંહ (ભારત).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp