26th January selfie contest

ભારતીય કેપ્ટને 'પીચ વિવાદ' પર ઓસ્ટ્રેલિયન મીડિયાને આપ્યો જડબાતોડ જવાબ

PC: samacharnama.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલા વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમની પિચને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પિચની કેટલીક તસવીરો સામે આવ્યા બાદ ઓસ્ટ્રેલિયન મીડિયાએ પિચ પર ડોક્ટરિંગ એટલે કે છેડછાડ અથવા તેને અયોગ્ય રીતે બનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ થયો હતો. જ્યારે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ આ અંગે મૌન તોડ્યું છે અને નાગપુર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયન મીડિયાને જડબાતોડ જવાબ આપ્યો છે.

રોહિત શર્મા તરફથી બુધવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાએ પિચને લઈને પણ સવાલો પૂછ્યા હતા. આના પર ભારતીય કેપ્ટને સીધો અને સ્પષ્ટ જવાબ આપીને ઓસ્ટ્રેલિયન મીડિયાની બોલતી બંધ કરી દીધી. રોહિતે સ્પષ્ટ કહ્યું કે, અમારું ધ્યાન ફક્ત અને ફક્ત અમારી રમત અને પ્રદર્શન પર હોવું જોઈએ. રોહિતે કહ્યું કે, અમારું ધ્યાન રમત પર છે, ઓસ્ટ્રેલિયન મીડિયા જે વાત કરી રહ્યું છે તેના પર નહીં. તમારી તૈયારી હંમેશા મહત્વપૂર્ણ છે. જો તમે સારી તૈયારી કરો છો, તો તમને સારા પરિણામો મળી જ જશે. રોહિતના આ જવાબથી, તેણે કોઈને પણ નિશાન બનાવ્યા વગર, તમામ આરોપ લગાવનારાઓને જડબાતોડ જવાબ આપી દીધો હતો. સોશિયલ મીડિયા પર પણ ઓસ્ટ્રેલિયાના આ આરોપોનો બ્રિસબેનની પિચના ફોટો સાથે સારો જવાબ આપવામાં આવી રહ્યો છે.

જો આ સમગ્ર વિવાદની વાત કરીએ તો નાગપુરની પિચની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પીચની ખાસ વાત એ છે કે, પીચના બંને છેડે કેટલાક એવા પેચ (ભાગો) છોડી દેવામાં આવ્યા છે, જે ડાબા હાથના બેટ્સમેન સામે સ્પિનરોને મદદ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના વાઈસ કેપ્ટન સ્ટીવ સ્મિથે પણ પીચને લઈને પોતાના નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. જો કે, તે ક્યુરેટર્સની ચાલ છે કે તેઓ કેવા પ્રકારની પિચ આપી રહ્યા છે. પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાના ઘણા આરોપો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં પિચ સાથે ચેડા કરવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

આ વિવાદ વધવાનું કારણ એ છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ પાસે ઘણા ડાબા હાથના બેટ્સમેન છે. કેમેરોન ગ્રીનના રમવા અંગે સતત અનિશ્ચિતતા છે. દરમિયાન જો તેના સ્થાને મેથ્યુ રેનશો રમે છે તો ઓસ્ટ્રેલિયાના ટોપ-7માં પાંચ ડાબા હાથના બેટ્સમેન બની જશે. ભારત પાસે અક્ષર, જાડેજા અને કુલદીપ ત્રણેય લેફ્ટ આર્મ સ્પિનરો છે. રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ પણ ડાબોડીઓ સામે શાનદાર છે. ભારતીય સ્પિનરો કાંગારૂ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. સ્ટીવ સ્મિથે પણ લેફ્ટ આર્મ સ્પિનરો અંગે નિવેદન આપ્યું હતું. તો હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે જેટલો વિવાદ થઈ રહ્યો છે તેટલી અસર પિચ પર થાય છે કે નહીં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp