26th January selfie contest

મેચ 239 બોલ સુધી ચાલી, પરંતુ એકેય સિક્સ ન વાગી, ઇકાનાની પીચ પર ભડક્યો હાર્દિક

PC: hindustantimes.com

ભારતે બીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડ (IND vs NZ)ને 6 વિકેટે હરાવી શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી. લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં, બોલ એવી રીતે ટર્ન મારતો હતો કે જાણે ટેસ્ટ મેચનો પાંચમો દિવસ હોય. રન બનાવવામાં બંને ટીમના બેટ્સમેનોનો પરસેવો છૂટી ગયો હતો. આ મેચ 239 બોલ સુધી ચાલી હતી, જેમાં એક પણ સિક્સર વાગી ન હતી અને માત્ર 200 રન જ બન્યા હતા, 12 વિકેટ પડી હતી.

મેચ બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા ઈકાનાની પીચ પર ગુસ્સે થઈ ગયો હતો. તેણે કહ્યું કે, આ પીચ પર મેચ જીતવા માટે 120 રન પૂરતા હતા. તેણે મેચ પછીની રજૂઆત દરમિયાન કહ્યું, 'સાચું કહું તો આ વિકેટ ચોંકાવનારી હતી. મને મુશ્કેલ પિચ સામે કોઈ વાંધો નથી. હું તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છું, પરંતુ આ બંને વિકેટ T-20 માટે બનાવવામાં આવી નથી. ક્યાંક ને ક્યાંક ક્યુરેટર અથવા જે મેદાન પર અમે રમવા જઈ રહ્યા છીએ, તેમણે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ પહેલા પિચ તૈયાર કરે.'

હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું, 'અહીં 120નો સ્કોર પણ જીતવા માટે પૂરતો હતો. ઝાકળ વધુ ભૂમિકા ભજવી ન હતી. જો તમે જુઓ તો ન્યુઝીલેન્ડના બોલરોએ બોલને અમારા કરતા વધુ સ્પિન કરાવ્યો હતો. આ વિકેટ આશ્ચર્યજનક હતી. ઝડપી બોલરોને પણ બોલની મદદ મળી રહી હતી.'

રવિવારે ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની મેચમાં સ્પિનરોએ 40 ઓવરમાંથી 30 રન કર્યા હતા. જો વધુ બે ઓવર કરવામાં આવી હોત તો T20 ઇન્ટરનેશનલ મેચમાં સ્પિનરો દ્વારા સૌથી વધુ ઓવર નાખવાનો રેકોર્ડ બની ગયો હોત. વર્ષ 2011માં પાકિસ્તાન અને બાંગ્લાદેશ (PAK vs BAN) વચ્ચેની મેચમાં સ્પિનરો દ્વારા સૌથી વધુ ઓવર નાખવાનો રેકોર્ડ છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જિમી નીશમે પણ લખનઉની પીચ પર નિશાન સાધ્યું હતું. નીશમે કહ્યું, 'મને નથી લાગતું કે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની કમી હતી. ગૌતમ ગંભીરે કહ્યું તેમ, મને પણ લાગે છે કે તે ખરાબ પિચ હતી. બંને દાવમાં કોઈ મુક્તપણે રમી શક્યું ન હતું. બંને ટીમો પાસે પ્રચંડ સ્પિન-બોલિંગ હુમલાઓ છે, પરંતુ જ્યારે મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવે છે, ત્યારે તેઓ મનોરંજન ઇચ્છે છે. સારી વાત એ છે કે અમને અહીં ઓછા સ્કોરવાળી થ્રિલર જોવા મળી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp