રાજકોટના ખંઢેરી ક્રિક્રેટ સ્ટેડિયમનું નામ બદલાશે, આ ગુજરાતીનું નામ અપાશે

ગુજરાતના અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધા પછી હવે ગુજરાતના બીજા શહેરના ક્રિક્રેટ સ્ટેડિયમનું નામ પણ બદલાઇ રહ્યું છે. રાજકોટના ખંઢેરિ ક્રિક્રેટ સ્ટેડિયમનું નામ બદલીને આ ગુજરાતીનું નામ આપવામાં આવશે એવુ સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય લેવાયો છે. ભારતમાં વર્લ્ડકપ 2023ની મેચો ચાલી રહી છે તેવા સમયે આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
79 વર્ષની વયે પહોંચેલા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન પર વર્ષોથી રાજ કરનારા અને BCCIમાં 2 વખત સેક્રેટરી રહી ચૂકેલા ગુજરાતીના નામ પરથી રાજકોટ સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યું છે.
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને નવું નામ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશની AGM માં ખંઢેરી સ્ટેડિયમને હવે નિરંજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે.રાજકોટનં સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશન(SCA) સ્ટેડીયમ હવે નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે.
રાજકોટના સ્ટેડિયમને નિંરંજન શાહ નામ અપાયું ત્યારે ઘણા લોકોને એ જાણવામાં રસ છે નિરંજન શાહ કોણ છે?
આમ તો ક્રિક્રેટ સાથે સંકળાયેલા લોકો નિરંજન શાહના નામથી પરિચિત છે. 1987માં પહેલી આંતરારાષ્ટ્રીય વન-ડે મેચ લાવવામાં નિરંજન શાહની મુખ્ય ભૂમિકા હતી. ક્રિક્રેટમાં તેમના મહત્ત્વના યોગદાનને કારણે સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશનની AGMમાં આ નિર્ણય લેવાયો હતો.
રાજકોટ અને સૌરાષ્ટ્રને લોર્ડસની યાદ અપાવે તેવું ક્રિક્રેટ સ્ટેડિયમ બનાવવામાં નિરંજન શાહનો મુખ્ય ફાળો છે. નિરંજન શાહ 2 વખત BCCIના સેક્રેટરી રહી ચૂક્યા છે. તેમના પ્રયાસોને કારણે રાજકોટને આધુનિક સ્ટેડીયમ બન્યું હતું. નિરંજન શાહ 4 દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશનના સેક્રેટરી તરીકે રહ્યા હતા. આજે તેઓ લગભગ 79 વર્ષની વયે પહોંચ્યા છે.
નિરંજન શાહ તેમના જમાનામાં લેફ્ટી બેસ્ટમેન હતા.તેઓ 1965-66થી 1975-76 સુધી સૌરાષ્ટ્ર માટે 12 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. તેમના પુત્ર જયદેવ શાહ અત્યારે સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશનના પ્રમુખ છે.
જયદેવ શાહ લગભગ 4 વર્ષથી સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશનના પ્રમુખ છે અને તેઓ 16 વર્ષ સુધી સૌરાષ્ટ્રની ટીમ વતી ક્રિક્રેટ રમ્યા હતા.
ICC વર્લ્ડકપ 2023ની મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે, પરંતુ રાજકોટની આ વખતે વર્લ્ડકપની મેચ મળી નથી. વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝ રમાઇ હતી, તેમાંથી છેલ્લી મેચ રાજકોટમાં રમાઇ હતી, જે ઓસ્ટ્રેલિયાએ જીતી હતી, પરંતુ ભારતે આ સીરિઝ પર 2-1થી કબ્જો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp