ટોયલેટમાં મૂકેલો ખોરાક ખાવા મજબૂર બન્યા ખેલાડી, શિખર ધવને CM યોગીને કરી આ માગ

PC: BCCI

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શિખર ધવને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટોયલેટમાં રાખવામાં આવેલો ખોરાક કબડ્ડી ખેલાડીઓને ખાવા માટે આપવાના મામલામાં કાર્યવાહીની માગ કરી છે. 36 વર્ષીય ભારતીય ક્રિકેટર ધવને કહ્યું કે, તે રાજ્ય સ્તરીય ટૂર્નામેન્ટમાં કબડ્ડી ખેલાડીઓને ટોયલેટમાં મૂકવામાં આવેલો ખોરાક ખાતા જોઈને ખૂબ જ નિરાશ છે.

શિખર ધવને કરી કાર્યવાહીની માગ

ધવને ટ્વીટ કરીને આ મામલામાં આપત્તિ વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે, ‘રાજ્ય સ્તરીય ટૂર્નામેન્ટમાં કબડ્ડી ખેલાડીઓને શૌચાલયમાં મૂકવામાં આવેલો ખોરાક આપવો ખૂબ જ નિરાશાજનક છે.’ જો કે, આ મામલામાં કાર્યવાહી કરતા સહારનપુરમાં જિલ્લા રમત અધિકારી અનિમેષ સક્સેનાને આ રિપોર્ટ પછી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

રમત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો

મુખ્ય સચિવ રમત નવનીત સહગલે જણાવ્યું કે, ‘અનિમેષ સક્સેનાને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.’ રાજ્ય સરકારે ADM નાણા તેમજ આવકના રજનીશ કુમાર મિશ્રાને ઘટનાના તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

ખેલાડીઓએ દાવો કર્યો કે, તેમણે કાચો ખોરાક આપવામાં આવી રહ્યો હતો, જે જગ્યાની અછતના કારણે ટોયલેટમાં રાખવામાં આવ્યો હતો. રમત નિર્દેશાલયે ઘટના પર જિલ્લાધિકારી પાસેથી જવાબ માગ્યો છે. નોંધનીય છે કે, ત્રણ દિવસીય સબ-જૂનિયર ગર્લ્સ કબડ્ડી કોમ્પિટિશનના પહેલા દિવસે 16 સપ્ટેમ્બરે ખેલાડીઓને બપોરે ભોજનના સમયે અડધા કાચા રાઈસ આપવામાં આવ્યા, જે ટોયલેટમાં રાખવામાં આવ્યા હતા. વાયરલ થઇ રહેલા વીડિયોમાં શૌચાલયની અંદર જમીન પર કાગળના એક ટુકડા પર કેટલીક ‘પુરીઓ’ પણ જોવા મળી હતી.

ઉત્તર પ્રદેશના સહારનપુરના ડો.ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 16 થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્ય સંઘ દ્વારા રાજ્ય સ્તરીય સબ-જૂનિયર કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યના 300 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

યૂપી રાજ્ય કબડ્ડી સંઘ સચિવ રાજેશ કુમાર સિંહે કહ્યું કે, ટૂર્નામેન્ટને AKFI અથવા કોઈ રાજ્ય સંસ્થાએ પરમિશન આપી ન હતી. તેમણે કહ્યું કે, આ ઇવેન્ટ તો વાર્ષિક કેલેન્ડરમાં પણ ન હતો.

સિંહે કહ્યું કે, ‘આ ટૂર્નામેન્ટ રાજ્ય સરકારના રમત-ગમત વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. અમારી ભૂમિકા માત્ર ટેકનિકલ સમર્થન ઉપલબ્ધ કરાવવાની હતી. અમે ઇવેન્ટ આયોજિત કરવા માટે કેટલાક અધિકારીઓ અને નિમણૂક સમિતિને મોકલ્યું, આનાથી વધુ કઈ નથી.’  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp