ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી મેચ પણ કન્ફર્મ! જાણો એશિયા કપના સમીકરણો

PC: aajtak.in

એશિયા કપ 2023માં સુપર-4નો રોમાંચ હવે બમણો થઈ ગયો છે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પરંતુ બીજી વખત સુપર-4માં મુકાબલો થયો, જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું.

ODI ઈતિહાસમાં પાકિસ્તાન સામે રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. આ મેચ સાથે જ સુપર-4ના પોઈન્ટ ટેબલમાં ઉત્તેજના વધી ગઈ છે. પરંતુ તેની સાથે જ ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે.

હકીકતમાં, ક્રિકેટ ચાહકો હવે આ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી શાનદાર મેચ પણ જોઈ શકશે. બંને ટીમો વચ્ચે આ ટક્કર ટૂર્નામેન્ટની ફાઈનલમાં થઈ શકે છે. આ ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં જ રમાશે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ આજે (12 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે સુપર-4માં પોતાની બીજી મેચ રમવાની છે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે. જો આમ થશે તો સુપર-4માં પાકિસ્તાને તેની છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવવું પડશે. જો બંને મેચ આ પ્રકારના પરિણામ આપે છે, તો ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર નિશ્ચિત થઈ જશે.

સુપર-4નું વર્તમાન પોઈન્ટ ટેબલ: ભારત- 1 મેચ- 2 પોઈન્ટ, 4.560 નેટ રનરેટ, શ્રીલંકા- 1 મેચ- 2 પોઈન્ટ, 0.420 નેટ રનરેટ, પાકિસ્તાન- 2 મેચ- 2 પોઈન્ટ, -1.892 નેટ રનરેટ, બાંગ્લાદેશ- 2 મેચ - 0 પોઈન્ટ, -0.749 નેટ રનરેટ.

પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમે સુપર-4 રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. આ રાઉન્ડમાં ટીમની બીજી મેચ આજે (12 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે રમાવાની છે. આ પછી ત્રીજી મેચ બાંગ્લાદેશ (15 સપ્ટેમ્બર) સામે થશે. જ્યારે પાકિસ્તાનની છેલ્લી મેચ 14 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે છે.

ભારત અને પાકિસ્તાનનું ફાઈનલમાં પહોંચવાનું સમીકરણઃ જો ભારતીય ટીમ તેની આગામી મેચમાં શ્રીલંકાને હરાવશે તો ફાઇનલમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. આ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સાથે પણ મેચ રમવી પડશે, જે ફક્ત ઔપચારિકતા પૂરતું હશે.

પાકિસ્તાને તેની છેલ્લી મેચ 14 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમવાની છે. બાબર આઝમની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. જો પાકિસ્તાન આ મેચ જીતશે તો ફાઇનલમાં ભારત સાથે ટક્કર થશે.

જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો બંને ટીમોના 3-3 પોઈન્ટ્સ બરાબર થઈ જશે. પછી નેટ રન રેટ જોવામાં આવશે. તે સ્થિતિમાં, શ્રીલંકા ક્વોલિફાય થશે કારણ કે તેનો નેટ રન રેટ વધુ સારો છે.

જો શ્રીલંકા આગામી મેચમાં ભારતને હરાવશે તો ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પહોંચવાની પૂરી આશા હશે. પરંતુ પાકિસ્તાને ફાઈનલ માટે તેની આગામી મેચમાં શ્રીલંકાને મોટા અંતરથી હરાવવું પડશે.

એશિયા કપ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, K.L. રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણ.

એશિયા કપ માટેની પાકિસ્તાનની ટીમઃ અબ્દુલ્લા શફીક, ફખર જમાં, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, ઉસમા મીર, ફહીમ અશરફ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp