નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં IPL 2023ની ઓપનીંગ મેચની ટિકીટ એક જ દિવસમાં વેચાઇ ગઇ

PC: wionews.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની 31 માર્ચથી શરૂઆત થવાની છે અને તેની ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ વચ્ચેની ઓપનીંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવવાની છે, પરંતુ પહેલાં જ દિવસે બધી ટિકીટોનું વેચાણ થઇ જતા ક્રિક્રેટ ચાહકોમાં નિરાશા વ્યાપી ગઇ છે. IPL 2023ની ઓપનીંગ મેચ જોવા માટે ઉત્સાહિત લોકો જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર ટિકીટ લેવા માટે પહોંચ્યા હતા ત્યાં હાઉસફુલનું બોર્ડ લાગી ગયું છે.

IPL 2023ની શરૂઆત 31 માર્ચથી થવાની છે અને પહેલી મેચ ગુજરાત ટાઇટન્સ અને CSK વચ્ચે રમાવવાની છે અને ઓપનીંગ સેરમેની પણ થવાનું છે. ગુજરાતના લોકો ક્રિક્રેટના ભારે રસિયા છે અને જ્યારે પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની હોય તો આ મેચ જોવા જવા માટે લોકોમાં ભારે ઉત્સાહ હતો. પરંતુ  લોકો જ્યારે મંગળવારે ઓપનીંગ મેચ જોવા માટે ટિકીટ લેવા ગયા તો તેમને નિરાશા સંપડી હતી, કારણકે બધી ટિકીટોનું વેચાણ થઇ ચૂક્યું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર ટિકીટ લેવા પહોંચેલા દર્શકોએ કહ્યું હતું કે, સામાન્ય દરની 800, 1000 અને 2,000 રૂપિયાની જે ટિકીટો હતી તે બધી વેચાઇ ગઇ હતી. પરંતુ Paytm પર જે મોંધી ટિકીટો છે તે હજુ મળે છે તેવું બતાવવામાં આવે છે.

IPL 2023ની મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કીંગ્સ વચ્ચે રમાવવાની છે. ગુજરાત ટાઇટન્સ ગયા વખતની IPL ટાઇટલ જીતનારી ટીમ છે અને આ ટીમનો  કેપ્ટન હાર્દિક પંડ્યા છે અને ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. ધોનીની સંભવત આ અંતિમ IPL  હોવાનું માનવામાં આવે છે.

ક્રિક્રેટની મેચ કોઇ પણ જગ્યાએ રમાતી હોય ત્યાં ગુજરાતીઓ મેચ જોવા પહોંચી જતા હોય છે, ભલે વિદેશમાં મેચ રમાતી હોય તો પણ મોટાભાગના ગુજરાતીઓ મેચ જોવા જાય છે.

IPL 2023ની ઓપનીંગ મેચ શરૂ થવાને હજુ 10 દિવસની વાર છે છતા એ પહેલાં જ બધી ટિકીટોનું વેચાણ થઇ જતા સેંકડો લોકો દુખી થઇને પાછા ફર્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર બોર્ડ લગાડી દેવામાં આવ્યું છે કે GTVS CSK Match Tickets Are Sold Out.

અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમની 1.25 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી કેપેસિટી છે. બધી ટિકીટો વેચાઇ ગઇ છે મતલબ કે ઓપનીંગ મેચમાં આખું સ્ટેડીયમ ખીચોખીચ ભરેલું હશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp