અમ્પાયરે ન આપ્યો વાઈડ બોલ, તો દીપક હુડ્ડાએ કેમેરામાં કહ્યા આવા ગંદા શબ્દ!
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને વર્ષ 2023માં જીત સાથે શરૂઆત કરી છે, જ્યારે ટીમ ઈન્ડિયાની આ જીતમાં સૌથી મોટો હાથ દીપક હુડા અને શિવમ માવીનો હતો. ભલે ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી હોય, પરંતુ આ દરમિયાન દીપક હુડ્ડાની એક અણછાજતી હરકતે ઘણી હેડલાઈન્સ બનાવી હતી અને હવે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
લંકા સામે પ્રથમ બેટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ બાદમાં દીપક હુડ્ડાનું બેટ જોરદાર ચાલ્યું અને આ ખેલાડીએ ધમાકેદાર પ્રદર્શન કરતા અણનમ 41 રન બનાવ્યા. આ દરમિયાન દીપકના બેટમાંથી શાનદાર શોટ્સ પણ જોવા મળ્યા હતા.
ભારતીય ઓલરાઉન્ડરે તેની આકર્ષક છગ્ગા વડે ભારતીય ચાહકોનું જોરદાર મનોરંજન કર્યું હતું. તેણે માત્ર 23 બોલમાં 41 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સમાં 1 ફોર અને 4 સ્કાય હાઇ સિક્સરનો સમાવેશ થાય છે. અક્ષર પટેલ અને દીપક હુડ્ડા વચ્ચે 30 બોલમાં 61 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમ સામે 163 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
ટીમ ઈન્ડિયાની બેટિંગનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો 18મી ઓવરનો છે, હુડ્ડા અમ્પાયર સાથે દલીલ કરી રહ્યા હતા. દીપક હુડ્ડાએ વાઈડ બોલ ન આપવા પર અમ્પાયર સાથે દલીલ કરી હતી. આ દરમિયાન હુડ્ડા અમ્પાયરને અપશબ્દો કહેતો જોવા મળ્યો હતો. હૂડા બોલ્યો હતો, બહેન કે લો**. આવું બોલતો તેનો વીડિયો વાયરલ થયો હતો.
દીપક હુડ્ડાએ ટીમને મુશ્કેલ સમયમાંથી બહાર તો કાઢી, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે ગુસ્સે દેખાતો હતો. આ લગભગ 18મી ઓવરની વાત છે, જ્યારે દીપક હુડ્ડા ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તે દરમિયાન કસુન રાજિતાએ વાઈડ લાઈનની નજીક બોલ ફેંક્યો અને અમ્પાયરે વાઈડ બોલ આપવાનો ઈન્કાર કરી દીધો. જે બાદ હુડ્ડા ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો અને તેમણે અમ્પાયરને કેટલાક અપશબ્દો પણ કહ્યા હતા. તેનો અવાજ સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જ્યારે, હવે તે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શિવમ માવી અને શુભમન ગીલે ગઈ કાલે ટીમ ઈન્ડિયા તરફથી T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે માવીએ તેની પહેલી જ મેચમાં 4 વિકેટ લીધી હતી. પરંતુ ગિલ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તે બેટિંગમાં ફ્લોપ સાબિત થયો હતો.
આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ શાનદાર રહી હતી પરંતુ મુલાકાતી ટીમે પણ મેચ જીતવા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. આખરે મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી. છેલ્લી ઓવરના ચાર બોલ સુધી વિરોધી ટીમને બે છગ્ગાની જરૂર હતી જ્યારે ભારતને બે વિકેટની જરૂર હતી. પરંતુ અંતે ટીમ ઈન્ડિયાનો 2 રને વિજય થયો હતો. ભારત તરફથી નવોદિત શિવમ માવીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ ઉપરાંત સ્પીડ મર્ચન્ટ ઉમરાન મલિક અને હર્ષલ પટેલે બે-બે વિકેટ લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp