ભારતીય ટીમમાં મારા જેવી બેટિંગ કરનાર કોઈ બેટ્સમેન નથીઃ વીરેન્દ્ર સેહવાગ

PC: jagran.com

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ તેમના સમય દરમિયાન પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતા હતા. હાલમાં જ તેણે એક મોટું નિવેદન આપ્યું છે કે, હાલમાં ભારતીય ટીમમાં તેના જેવી બેટિંગ કરનાર કોઈ ખેલાડી નથી.

વીરેન્દ્ર સેહવાગ જ્યારે ભારતીય ટીમ માટે ઓપનરની ભૂમિકા ભજવતો હતો ત્યારે તેણે ધમાકેદાર બેટિંગ કરીને ક્રિકેટની દુનિયામાં એક અલગ જ ક્રાંતિ લાવી દીધી હતી. બોલરો પર શરૂઆતથી જ પ્રભુત્વ જમાવતા તેણે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે બે ત્રિપલ સદી અને છ બેવડી સદી છે.

આ જ કારણ છે કે, આજના સમયમાં જ્યારે કોઈપણ યુવા બેટ્સમેન ઊંચા સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે ત્યારે તેની સરખામણી સેહવાગ સાથે કરવામાં આવે છે. પરંતુ પૂર્વ દિગ્ગજ ઓપનર પોતે માને છે કે હાલમાં ભારતીય ટીમમાં તેના જેવો ઝડપી બેટિંગ કરનાર કોઈ બેટ્સમેન નથી.

વિરેન્દ્ર સેહવાગે પૃથ્વી શો અને રિષભ પંતને વર્તમાન ખેલાડીઓમાં સામેલ કર્યા છે, જેઓ તેની રમતની શૈલીની નજીક આવ્યા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન સેહવાગે કહ્યું કે, 'મને નથી લાગતું કે ભારતીય ટીમમાં મારા જેવી બેટિંગ કરી શકે તેવું કોઈ છે. મારા મગજમાં બે ખેલાડીઓ પૃથ્વી શૉ અને રિષભ પંત છે. મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટમાં હું જે રીતે બેટિંગ કરતો હતો, ઋષભ પંત તેનાથી થોડો નજીક છે, પરંતુ તે 90-100થી સંતુષ્ટ છે, પરંતુ હું 200, 250 અને 300 રન બનાવતો હતો અને પછી સંતુષ્ટ થઈ જતો હતો. જો તે તેની રમતને તે સ્તર પર લઈ જશે તો મને લાગે છે કે તે ચાહકોનું વધુ મનોરંજન કરી શકશે.

ભૂતપૂર્વ ભારતીય ઓપનર ઘણીવાર સદીની નજીક હતો ત્યારે પણ ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં ડરતો ન હતો. પોતાની માનસિકતા વિશે વાત કરતાં સેહવાગે કહ્યું, 'હું ટેનિસ બોલ ક્રિકેટ રમતો હતો જ્યાં મારી માનસિકતા બાઉન્ડ્રી દ્વારા વધુ રન ફટકારવાની હતી. હું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક જ ટેમ્પ્લેટ સાથે રમતો હતો અને ગણતરી કરતો હતો કે મને સદી કરવા માટે કેટલી બાઉન્ડ્રીની જરૂર છે. જો હું 90 રન પર બેટિંગ કરી રહ્યો હોઉં અને જો હું 100 સુધી પહોંચવા માટે 10 બોલ લઉ, તો વિરોધી ટીમ પાસે મને આઉટ કરવા માટે 10 બોલ છે, તેથી જ હું બાઉન્ડ્રી માટે જતો હતો અને મને ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચતો રોકવા માટે તેમની પાસે માત્ર બે બોલ રહેતી હતી. એટલે કે હવે જોખમ ટકાવારી દર 100 થી ઘટીને 20 પર આવી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp