'તમારા લોકોમાં માનવતા નથી', જાણો રિષભ પંતની બહેન કેમ ગુસ્સે થઇ, Video
BCCIએ યુવા ક્રિકેટર ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાંથી ઉચ્ચ સારવાર માટે આર્થિક રાજધાની મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં રીફર કર્યો હતો. BCCIની આ જાહેરાત બાદ જ્યારે તેને મેક્સ હોસ્પિટલમાંથી મુંબઈ મોકલવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન તેની એક ઝલક મેળવવા માટે મીડિયાથી લઈને તેના ચાહકોની ભારે ભીડ હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોના આ વર્તનથી ઋષભ પંતની બહેન એક ક્ષણ માટે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે યુવાન ઋષભ પંતને હોસ્પિટલમાંથી બહાર લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન લોકોની ભીડ જોઈને પંતની બહેન ગુસ્સે થઈ ગઈ હતી. આ દરમિયાન તે એક વ્યક્તિ તરફ પાછળ ફરીને જોરથી બુમ પાડી, 'ઇન્સાનિયત નહીં હૈ ક્યા આપ લોગ મેં'. તે વધુ કંઈ બોલે તે પહેલા ઋષભ પંતની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓએ તેને શાંત કરી અને આગળ વધવા માટે સંકેત કર્યો. એટલું જ નહીં, પોલીસકર્મીઓએ ત્યાં હાજર લોકોને યોગ્ય અંતર જાળવવાની અપીલ પણ કરી હતી.
મળતી માહિતી મુજબ ઋષભ પંતની સર્જરી ટૂંક સમયમાં થઈ શકે છે. બોર્ડ તેની જલદી રિકવરી પર નજર રાખી રહ્યું છે, કારણ કે ટેસ્ટમાં તેનો રેકોર્ડ શાનદાર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનમાં ઈંગ્લેન્ડમાં રમાવાની છે. ભારતીય ટીમ ફાઈનલમાં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર છે અને હાલમાં ઓસ્ટ્રેલિયા પછી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
Rishabh Pant Being Shifted To Mumbai For Further Treatment pic.twitter.com/DT2S34vmB6
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) January 4, 2023
ભારતીય ક્રિકેટ બોર્ડે સુનિશ્ચિત કર્યું છે કે, ઋષભ પંતને ઝડપથી સાજા થવામાં મદદ કરવા માટે તેને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, 'ઋષભ પંત ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. તેમની સારવારનો તમામ ખર્ચ BCCI ઉઠાવશે. એવી સંભાવના છે કે ઋષભ પંત લગભગ 1 વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ઋષભ પંતના જમણા ઘૂંટણનું લિગામેન્ટ ફાટી ગયું છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી અને પગના અંગૂઠામાં પણ ઈજા થઈ છે. તેઓ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp