RCBના હેડ કોચ સંજય બાંગરના મતે કોહલી 2023મા તોડી શકે છે તેંદુલકરનો આ રેકોર્ડ

PC: khabarchhe.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ વર્ષે પોતાના નામે એક ખાસ રેકોર્ડ હાંસલ કરી શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના હેડ કોચ સંજય બાંગરે આશા વ્યક્ત કરી છે કે, વિરાટ કોહલી સચિન તેંદુલકરની 49 વન-ડે સદીનો રેકોર્ડ તોડી શકે છે. વિરાટ કોહલીને સચિન તેંદુલકરની સદીઓનો રેકોર્ડ તોડવા માટે 6 સદીની જરૂરિયાત છે. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં પોતાની 44મી સદી બનાવી હતી. સ્ટાર સ્પોર્ટ્સના શૉ ગેમ પ્લાનમાં સંજય બાંગરે વાત કરતા કહ્યું કે, વિરાટ કોહલી વર્ષ 2023માં સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડી શકે છે.

ભારતીય ટીમે આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ પણ રમવાનો છે. તેમણે કહ્યું કે, વિરાટ કોહલીએ 34 વર્ષની ઉંમરમાં જ શાનદાર ઉપલબ્ધીઓ હાંસલ કરી. આ ઉંમરમાં જ 44 સદી લગાવી દેવી મોટી વાત હોય છે. સંજય બાંગરે કહ્યું કે, ભારતીય ટીમે આ વર્ષે 26-27 મેચ રમવાની છે. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચે છે તો મેચ હજુ વધી જશે. વિરાટ કોહલીએ પોતાની પૂરી ક્ષમતાથી બેટિંગ કરવી પડશે. વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટ રમે છે. એવામાં તેણે બ્રેક લેવો પડશે, પરંતુ મારું માનવું છે કે તે આ વર્ષે વન-ડેમાંથી બ્રેક લઇને T20માંથી બ્રેક લે.

સંજય બાંગરે આગળ કહ્યું કે, જો તે વન-ડેથી બ્રેક લેતો નથી તો કદાચ સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડી શકે છે. વિરાટ કોહલીએ વર્ષ 2022માં શાનદાર બેટિંગ કરી. એશિયા કપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ વિરાટ કોહલીએ T20માં પહેલી સદી બનાવી. ત્યારબાદ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં સદી બનાવીને 44મી વન-ડે સદી બનાવી. વિરાટ કોહલી આ વર્ષે પૂરી ક્ષમતાથી બેટિંગ કરીને આ મુકામ હાંસલ કરી શકે છે.

નવા વર્ષથી જ BCCI એક્શન મોડમાં નજરે પડી રહી છે. ભારતીય ટીમ માટે સૌથી ખાસ વાત એ છે કે આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ ભારતમાં થશે અને એવામાં તેને ઘરેલુ પરિસ્થિતિઓનો ફાયદો મળશે. એટલું જ નહીં વન-ડે વર્લ્ડ કપની મેજબાની સાથે જ ભારત એક ખાસ ક્લબમાં પણ સામેલ થઇ જશે. વર્ષના અંતમાં થનારા વન-ડે વર્લ્ડ કપની મેજબની પૂરી રીતે ભારત પાસે રહેશે અને એ માત્ર બીજી વખત હશે જ્યારે પુરુષોના વન-ડે વર્લ્ડ કપની મેજબાની એક દેશ પાસે હશે. વર્ષ 1975 અને વર્ષ 1979માં ઇંગ્લેન્ડને છોડી દઇએ તો અત્યાર સુધી ICCના આ ટૂર્નામેન્ટની મેજબાની ઘણા દેશ મળીને કરતા આવ્યા છે એટલે કે ભારત હવે બીજો દેશ હશે જે આ ટૂર્નામેન્ટમાં આખી સીઝનની મેજબની કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp