આ 5 પેસર વર્લ્ડ કપમાં બેટ્સમેનોને પરેશાન કરશે, સ્ટેને આને સૌથી ખતરનાક ગણાવ્યો

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. એક સમયે વિશ્વભરના સ્ટાર બેટ્સમેનો જેનાથી ડરતા હતા તે સ્ટેને પોતાના મનપસંદ 5 ફાસ્ટ બોલરોની પસંદગી કરી છે, જેઓ વર્લ્ડ કપમાં બેટ્સમેનોને પરેશાન કરવાની શક્તિ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, પોતાના અનોખા એક્શન માટે પ્રખ્યાત જસપ્રિત બુમરાહ આ યાદીમાં સામેલ નથી. સ્ટેને તેના સ્થાને મોહમ્મદ સિરાજની પસંદગી કરી છે.
ડેલ સ્ટેને સૌથી પહેલા ભારતના મોહમ્મદ સિરાજનું નામ લીધું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકાના રબાડા, પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી, ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ અને ઈંગ્લેન્ડના માર્ક વૂડને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેણે તેને એવા બોલરો ગણાવ્યા કે જેને તે ટુર્નામેન્ટ દરમિયાન એક્શનમાં જોવા માટે સૌથી વધુ ઉત્સાહિત છે. રબાડા દક્ષિણ આફ્રિકા માટે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે, તો મોહમ્મદ સિરાજ જેણે એશિયા કપની ફાઇનલ મેચમાં 6 વિકેટ લઈને શ્રીલંકાના બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યા હતા. વર્લ્ડકપમાં ફરી એકવાર તેની પાસેથી આ જ પ્રકારના પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
શાહીન શાહ આફ્રિદી વિશે બોલતા, તેણે કહ્યું, શાહીન શાહ આફ્રિદીની બોલિંગ જોવા લાયક હશે, ખાસ કરીને જ્યારે તે રોહિત શર્માનો સામનો કરશે. અહીં તમને જણાવી દઈએ કે, બંને એશિયા કપ દરમિયાન બંને એકબીજાની સામે હતા અને તે સમયે લીગ મેચમાં આફ્રિદીનો દબદબો રહ્યો હતો, જ્યારે બીજી મીટિંગમાં હિટમેને તેનો હિસાબ પૂરો કર્યો હતો. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાનાર છે.
દક્ષિણ આફ્રિકાના મહાન બોલરે કહ્યું, માર્ક વુડ, શાહીન, ટ્રેન્ટ બોલ્ટ, મોહમ્મદ સિરાજ અને રબાડા વિશ્વ કપમાં તેમના શાનદાર પ્રદર્શનથી ચમકશે તેવી આશા છે. ડેલ સ્ટેનના જણાવ્યા અનુસાર, વિશ્વભરના ક્રિકેટ ચાહકો હવે આ પાંચ અસાધારણ બોલરોને આગામી વર્લ્ડ કપમાં પોતાની છાપ છોડતા જોવા માટે ઉત્સુક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ક વૂડે IPLમાં જબરદસ્ત ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ત્યાર પછી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp