અચાનક કંગાળ થઈ ગયો દુનિયાનો સૌથી ફાસ્ટ દોડવીર બોલ્ટ, ખાતામાંથી ગયા 98 કરોડ રૂ.
કેરેબિયાઈ દેશ જમૈકાનો જાણીતો ખેલાડી ઉસૈન બોલ્ટ હવે કંગાળ થઈ ગયો છે. તેની જીવનભરની કમાણી અને રિયાયરમેન્ટના પૈસા અચાનક ગાયબ થઈ ગયા છે. લંડનથી લઈને બેજિંગ સુધીના રેસ ટ્રેક પર દોડનારા ઉસૈન બોલ્ટ સાથે જે થયું છે, તેનાથી દરેકના હોંશ ઉડાવી દીધા છે. તે 8 વખત ગોલ્ડ વિજેતા પણ રહી ચૂક્યો છે. રિયાયરમેન્ટ પછી હવે તે ફરીથી ચર્ચામાં છવાયેલો છે પરંતુ મામલો ગડબડનો છે. અસલમાં ઉસૈન બોલ્ટને 12.7 મિલિયન ડોલર(આશરે 98 કરોડ રૂપિયા)નો ચૂનો લાગ્યો છે.
બોલ્ટના ઈનવેસ્ટમેન્ટ અકાઉન્ટમાંથી 98 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે. તેનુ આ અકાઉન્ટ એસએસએલ (સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ) કંપનીની સાથે હતું. આ જમૈકાની એક રોકાણ કંપની છે. આ મામલાની જાણકારી એસોસિએટેડ પ્રેસે એક લેટરના હવાલાથી આપી છે. આ લેટર બોલ્ટના વકીલે કંપનીને મોકલ્યો છે. જેમાં તેના પૈસા પાછા આપવાની માંગ કરવામાં આવી છે. વકીલે લેટરમાં લખ્યું છે-જો આ સાચું છે, જોકે અમે આશા કરી રહ્યા છે કે આ સાચુ ના હોય, અમારા ક્લાઈન્ટની સાથે દગો, ચોરી અથવા બંને ગંભીર આરોપ કરવામાં આવ્યો છે.
બોલ્ટને સૌથી પહેલા 11 જાન્યુઆરીના રોજ ખબર પડી હતી કે, તેના પૈસા ગાયબ થઈ ગયા છે. તેના પછી બુધવારે તેના વકીલે કંપની પાસે માંગણી કરી છે કે 10 દિવસની અંદર તેના પૈસા પાછા આપી દેવામાં આવે. નહીં તો તેના વિરુદ્ધ કેસ કરવામાં આવશે. અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આઠ દિવસની અંદર પૈસા પાછા નહીં આપવામાં આવે તો બોલ્ટની યોજના મામલાને સુપ્રીમ કોર્ટ સુધી લઈને જવાની છે.
બોલ્ટના અકાઉન્ટમાંથી 12.8 મિલિયન ડોલર હતા. જે તેની રિટાયરમેન્ટ અને જીવનભરની બચતનો હિસ્સો હતો. તેના વકીલ લિંટન પી. ગૉર્ડને કહ્યું છે કે આ ઘટના પછી બોલ્ટ પાસે માત્ર 12000 ડોલર(આશરે 10 લાખ રૂપિયા) જ બચ્યા છે. જ્યારે કંપનીએ હજુ સુધા આ ઘટના અંગે પોતાનું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી.
ઉસૈન બોલ્ટે ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. વર્ષ 2018માં બોલ્ટ સૌથી વધારે પૈસા કમાનારા એથ્લિટના લીસ્ટમાં 45મા નંબર પર હતો. તેની સેલરી 1 મિલિયન ડોલર હતી. જ્યારે 30 મિલિયન ડોલર તે એન્ડોર્સમેન્ટથી કમાતો હતો. તેના નામ પર 100 મીટર, 200 મીટર અને 4*100 મીટર રિલેમાં વર્લ્ડ રેકોર્ડ છે. તેણે 2017માં ખેલમાંથી સંન્યાસ લીધો હતો. હાલમાં તેની ઉંમર 36 વર્ષની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp