
ગયા વર્ષે શ્રીલંકા વિરુદ્ધ થયેલી ટેસ્ટ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખત પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને ગંભીર ઇજા થઇ હતી. તેના આ કારણે એશિયા કપમાં પણ ભાગ લીધો નહોતો અન પછી તેણે T20 વર્લ્ડ કપમાં વાપસી કરી, જ્યાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ફાઇનલ મેચ કેચ લેતી વખત તેની ઇજા ફરીથી બહાર આવી. ત્યારબાદ શાહીન આફ્રિદી ક્રિકેટથી દૂર જ નજરે પડી રહ્યો છે. તેણે પાકિસ્તાનમાં રમાયેલી બધી મેચોમાં ન રમ્યો, જેનું પરિણામ ટીમને ચૂકવવું પડ્યું અને અત્યારે તે ફરીથી પોતાની ઇજા પર કામ કરી રહ્યો છે. જેને લઇને તેણે કેટલાક મહત્ત્વના ખુલાસા કર્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં શાહીન શાહ આફ્રિદીએ પોતાનાઆ રિહેબના મુશ્કેલ દિવસોને યાદ કરતા કહ્યું કે, ‘ઘણી વખત હું હાર માની લેવા માગતો હતો. હું માત્ર એક માંસપેશી પર કામ કરી રહ્યો હતો અને તેમાં સુધાર થઇ રહ્યો નહોતો. મોટા ભાગે કોઇ સેશન દરમિયાન હું પોતાને કહેતો હતો ‘બહું થઇ ગયું, હું હવે નહીં કરી શકું, પરંતુ ત્યારે હું યુટ્યુબ પર પોતાની બોલિંગ જોતો હતો અને પોતાની જાતને કહેતો હતો કે કેટલું સારું કર્યું છે અને તેનાથી મને પ્રેરણા મળી.’
There were times when I wanted to give up: Shaheen on how he struggled in regaining fitness
— PCB Media (@TheRealPCBMedia) February 1, 2023
Read more ➡️ https://t.co/T5NJwwfwij#HBLPSL8 | #SabSitarayHumaray
તેણે કહ્યું કે, મેં મારી જાતને થોડું વધુ જોર લગાવવા માટે કહ્યું. ઇજાના કારણે ક્રિકેટથી બહાર થવાનું એક ફાસ્ટ બોલર માટે નિરાશાજનક હોય છે. ઇજાના કારણે શાહીન શાહ આફ્રિદી પાકિસ્તાનમાં આયોજિત થયેલી બધી મેચોથી દૂર હતો. T20 વર્લ્ડ કપ 2022 બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 3 ટેસ્ટ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ અને 3 વન-ડે મેચોમાંથી બહાર રહ્યો. આ સંદર્ભમાં તેણે કહ્યું કે, ‘જ્યારે તમે ઇજાના કારણે પોતાની ઘરેલુ મેચ રમી શકતા નથી તો તે નિરાશાજનક અને મુશ્કેલ હોય છે.
હું ટેસ્ટ મેચ ન રમી શકવાથી વધારે પરેશાન હતો કેમ કે મને ટેસ્ટ ક્રિકેટ વધુ પસંદ છે. એક બોલરને એ વાતથી આંકવામાં આવે છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં કેવું પ્રદર્શન કરે છે અને હું ઇંગ્લેન્ડ વિરુદ્ધ વિકેટ લેવા માગતો હતો. પાકિસ્તાન સુપર લીગ (IPL)ને લઇને શાહીન આફ્રિદીએ કહ્યું કે તે દુનિયાની બેસ્ટ લીગોમાંથી એક છે. અહીં એક બોલરની ક્વાલિટીનું ટેસ્ટ હોય છે. હું તેમાં વાપસી કરતા પડકારનો સામનો કરવા માટે ઉત્સુક છું. ઉપરવાળાની દયાથી હું સારો થઇ રહ્યો છું. હું પોતાની બોલિંગ અને ફિટનેસ બંને પર જ સારી રીતે કામ કરી શકું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp