એકલો જ ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો ગુનેગાર બની ગયો આ ખેલાડી, આગામી મેચમાં બહાર થશે?

PC: twitter.com/bcci

રાંચીમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પહેલી T20 મેચ દરમિયાન ભારતનો એક ખેલાડી ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ગુનેગાર સાબિત થયો છે. હવે કેપ્ટન હાર્દિક પંડ્યા આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરીને જ દમ લેશે. રાંચીમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી મેચમાં ટીમને આ ખેલાડીના લીધે ઘણું નુકસાન થયું છે. હવે ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડીને બોરિયા-બિસ્તર બંધાઈ જશે. રાંચીમાં રમાયેલી પહેલી T20 મેચ દરમિયાન ઝડપી બોલર અર્શદીપ સિંહ એકલો જ ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો અપરાધી સાબિત થયો છે. ઝડપી બોલર અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20 મેચમાં ઘણી ખરાબ બોલિંગ કરીને 4 ઓવરમાં માત્ર 1  વિકેટ લઈને 51 રન પાણીની જેમ વહાવી દીધા હતા, જેનાથી ન્યૂઝીલેન્ડે ભારત સામે પહેલા બેટિંગ કરતા 176 રનનો મોટો સ્કોર ઊભો કરી દીધો હતો.

ઝડપી બોલર અર્શદીપે ગઈકાલની મેચમાં પોતાના સ્પેલ દરમિયાન 1 નો બોલ અને 2 વાઈડ બોલ પણ નાખી હતી. આ પહેલા શ્રીલંકા વિરુદ્ધની મેચમાં પણ અર્શદીપે એક જ ઓવરમાં 5 નો બોલ નાખતા તે ટીમ માટે મોંઘો સાબિત થયો હતો. તેવી જ રીતે ગઈકાલની પહેલી T20 મેચના અંતિમ ઓવરમાં અર્શદીપ સિંહે માત્ર 6 બોલમાં 27 રન આપ્યા હતા. ન્યૂઝીલેન્ડના બેટ્સમેને ડેરેલ મિશેલે અર્શદીપની ઓવરમાં 6NB,6,6,4,0,2,2 રન બનાવ્યા હતા.

છેલ્લી ઓવરની મદદથી ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે 20 ઓવરના અંતે 176 રનો ખડકલોકરી દીધો હતો. કીવી ટીમની ઈનિંગની અંતિમ ઓવરમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ અર્શદીપની ખરાબ બોલિંગનો સંપૂર્ણ ફાયદો ઉઠાવી લીધો હતો. તેની આ ઓવરમાં જ મેચનું આખું મોમન્ટમ ન્યૂઝીલેન્ડના ફેવરમાં જતું રહ્યું હતું. અર્શદીપના આ ખરાબ પ્રદર્શન પછી હવે T20 સીરિઝમાં ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેનું કદાચ હંમેશાં માટે ટીમ ઈન્ડિયામાંથી પત્તુ કાપી શકે તેમ છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી મેચ આવતીકાલે એટલે કે 29 જાન્યુઆરીના લખનૌમાં રમાવાની છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લખનૌમાં થનારી બીજી T20 મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા ચોક્કસથી અર્શદીપને ટીમના પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નહીં આપે. માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા તેના બદલે ઝડપી બોલર મુકેશ કુમારને તક આપી શકે છે. અરશ્દીપે આ પહેલા શ્રીલંકા વિરુદ્ધ પણ T20 મેચમાં 2 ઓવરમાં 37 રન આપ્યા હતા, જેમાં કુલ 5 બોલ નો બોલ હતી. મેચ પછી અર્શદીપ પર ગુસ્સે થતા તેણે કહ્યું હતું કે, નો બોલ એક અપરાધ છે. આ પહેલા પણ તેણે ઘણી વખત નો-બોલ ફેંકી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp