4 4 4 4 4 6 મહિલા વર્લ્ડ કપની મેચમાં શેફાલીએ બોલરને ધોઈ નાખી, એક ઓવરમાં 26 રન

PC: twitter.com/BCCIWomen

સાઉથ આફ્રિકામાં ICC U-19 મહિલા T20 વર્લ્ડ કપની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે. ભારતીય U-19 મહિલા ટીમે ટુર્નામેન્ટની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હાર આપી છે. આ મેચમાં ભારતીય મહિલા ટીમ તરફથી સ્ટાર બેટ્સમેન શેફાલી વર્માએ મેદાન પર કદમ મૂકવાની સાથે જ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. તેના સિક્સને જોઈને ત્યાં હાજર દરેક હેરાન રહી ગયા હતા. ઘણી જ સુંદર રીતે તેણે મેચની છઠ્ઠી ઓવરમાં પોતાની દમદાર ઈનિંગ રમી. તેણે એક જ ઓવરમાં તાબડતોડ બેટિંગ કરતા 26 રન બનાવી દીધા હતા.

અસલમાં સાઉથ આફ્રિકામાં U-19 મહિલા T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારત અને સાઉથ આફ્રિકાનો આમનો-સામનો થયો હતો. આ મેચમાં ભારતીય મહિલા ટીમને 7 વિકેટથી રોમાંચક જીત મળી છે અને ભારતે જીત સાથે પોતાના ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમ તરફથી સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન શેફાલી વર્માએ મેદાન પર ધમાલ મચાવી દીધી હતી. તેનું બેટ પહેલી જ મેચમાં ધમાલ મચાવતું જોવા મળ્યું હતું.

જણાવી દઈએ કે સાઉથ આફ્રુકાની ટીમે પહેલા બેટિંગ કરીને ભારતને  20 ઓવરના અંતે 167 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેનો પીછો કરતા શેફાલીએ છઠ્ઠી ઓવરમાં થોબિસેંગ નિનીની ઓવરમાં ઉપરાછાપરી ચોગ્ગા અને સિક્સ મારી અને પાંચ બોલ પર ચોગ્ગા અને છઠ્ઠા બોલ પર સિક્સ મારીને વિરોધી ટીમની બોલરના હોંશ ઉડાવી દીધા હતા.

એક ઓવરમાં શેફાલીના બેટથી 26 રન બનેલા જોઈ સ્ટેડિયમમાં હાજર દરેક લોકો અવાચક બની ગયા હતા. જેના પછી પણ તેણે જોરદાર પ્રદર્શન કરતા 16 બોલમાં 9 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 45 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 281.25ની રહી હતી.

જણાવી દઈએ કે શેફાલી વર્માની સાથે ઓપનિંગ કરવા ઉતરેલી ટીમની વાઈસ કેપ્ટન શ્વેતા શેરાવતે પણ તોબડતોડ બેટિંગ કરી હતી. તેણે 57 બોલમાં 20 ચોગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. શેફાલી અને શ્વેતાની દમદાર ઈનિંગના લીધે ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટથી જીતને પોતાના નામ પર કરી લીધી હતી. કેપ્ટન શેફાલી વર્માએ બોલિંગમાં પણ પોતાનું સારું પ્રદર્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp