ભારતના આ યુવા ક્રિક્ટેટરે T-20માં નેપાળ સામે સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો

PC: indiatvnews.com

IPL 2023માં તોફાની બેટિંગ કરીને જાણીતો બનેલો યુવા ભારતીય ક્રિક્રેટરે હવે એશિયન ગેમ્સમાં પણ ઇતિહાસ રચી દીધો છે. સૌથી નાની વયે સદી ફટકારવાનો શ્રેય આ ખેલાડીના નામે થયો છે. શુભમનનો રેકોર્ડ આ ખેલાડીએ તોડી નાંખ્યો છે. ટીમ ઇન્ડિયાના આ  ખેલાડીએ માત્ર 49 બોલમાં 8 ચોગ્ગા અને 7 સિક્સર ફટકાર્યા હતા.

ટીમ ઇન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે એશિયન ગેમ્સ 2023માં નેપાળ સામે ક્વાર્ટર ફાઇનલમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. તે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. યશસ્વી પહેલા આ રેકોર્ડ શુભમન ગિલના નામે હતો.

યશસ્વીએ 21 વર્ષ અને 279 દિવસની ઉંમરે નેપાળ સામે સદી ફટકારી છે, જ્યારે શુભમન ગિલે આ વર્ષે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે 23 વર્ષ અને 146 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. યશસ્વીની ઇનિંગની વાત કરીએ તો તેણે 49 બોલમાં 8 ચોગ્ગા અને 7 સિક્સરની મદદથી 100 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને કેએલ રાહુલનું નામ પણ આ યાદીમાં છે. રૈનાએ દક્ષિણ આફ્રિકા (2010) સામે 23 વર્ષ 156 દિવસની ઉંમરે સદી ફટકારી હતી, જ્યારે રાહુલે 2016માં 24 વર્ષ અને 131 દિવસની ઉંમરે વેસ્ટ ઈન્ડિઝ સામે આ સિદ્ધિ મેળવી હતી.

આ દરમિયાન યશસ્વી જયસ્વાલ સાથે એક રમુજી ઘટના બની. હકીકતમાં, તેણે બે વખત તેની સદીની ઉજવણી કરી હતી. યશસ્વી જ્યારે 95 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે સ્કૂપ શોટની મદદથી બાઉન્ડ્રી ફટકારી હતી. બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર જતાં જ યશસ્વીએ પોતાની સદીની ઉજવણી શરૂ કરી દીધી હતી. પરંતુ જ્યારે થર્ડ અમ્પાયરે બાઉન્ડ્રી ચેક કરી તો તે સિક્સ નહીં પણ ફોર હોવાનું સાબિત થયું.

આવી સ્થિતિમાં યશસ્વીએ આગલા બોલ પર એક રન લઈને પોતાની સદી પૂરી કરી અને ફરીથી પોતાની સદીની ઉજવણી કરી. જો આપણે ભારત અને નેપાળ વચ્ચેની મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 202 રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલની સદી ઉપરાંત કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેએ 25-25 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે રિંકુ સિંહે 15 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp