તે મારી ફેમિલીને ગાળો કેમ આપી? કોહલી-ગંભીર વચ્ચે શેની લડાઈ થઈ, આવ્યું સામે

PC: hindustantimes.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં સોમવારે (1 મેના રોજ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મેચ થઈ. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 18 રને મેચ જીતી લીધી હતી, પરંતુ આ મેચ ઇતિહાસમાં યાદ રાખવા આવશે, તો તે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલો વિવાદ. મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે તીખી બહેસ થઈ. આ બહેસ એટલી તીખી હતી કે બાકી ખેલાડીઓ અને સ્ટાફે બચાવ માટે ઊતરવું પડ્યું.

તેના વીડિયો અને તસવીરો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટ કોઈ શકાય છે કે લખનૌની ટીમના અમિત મિશ્રા અને બેંગ્લોર ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ વચ્ચે બચાવ માટે આવ્યો. આ દરમિયાન ફેન્સને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર સાથે થયેલા ઝઘડા અગાઉ વિરાટ કોહલી 2 વખત અફઘાની ખેલાડી નવીન ઉલ હક સાથે ઝઘડી ચૂક્યો હતો. સાથે જ તેની બોલાબોલી લખનૌ સુપર જાયન્ટ્સના ઑપનર કાઈલ મેયર્સ સાથે પણ થઈ હતી, પરંતુ આ બધા વચ્ચે મેદાન બહાર બેઠા ગૌતમ ગંભીર સાથે વિરાટ કોહલીનો ઝઘડો કઈ રીતે થયો? એ વાત જાણવા માટે દરેક ઉત્સુક છે.

આખા વિવાદનો ખુલાસો PTIએ કર્યો છે. ન્યૂઝ એજન્સીએ એવા અધિકારી સાથે વાત કરી, જે આ આખા વિવાદના પ્રત્યક્ષદર્શી છે અને આ ઘટના દરમિયાન ડગઆઉટમાં જ ઉપસ્થિત હતા. એક જાણકારે કહ્યું કે, તમે ટીવી પર જોયું કે, મેચ બાદ મેદાન પર જ મેયર્સ અને કોહલી ચાલતા કંઈક વાત કરી રહ્યા હતા. મેયર્સે કોહલીને પૂછ્યું કે તે તેને સતત ગાળો કેમ આપી રહ્યો હતો. તેના પર કોહલીએ તેને પૂછ્યું કે તે તેને ઘૂરી કેમ રહ્યો હતો? આ અગાઉ અમિત મિશ્રાએ પણ અમ્પાયરને ફરિયાદ કરી હતી કે કોહલી સતત નવીનને ગાળો આપી રહ્યો છે જે નંબર-10 પર બેટિંગ કરવા આવ્યો હતો.

રિપોર્ટ મુજબ, જ્યારે કોહલીએ કમેન્ટ કરી તો ગંભીરે મામલો સમજ્યો અને વાત વધવા પહેલા તેઓ મેયર્સને ખેચીને સાઇડ પર લઈ જવા લાગ્યા અને વાત કરવાની ના પાડી દીધી. ત્યારબાદ જે બહેસ થઈ જે જરા બચકાની લાગી. ગંભીરે પૂછ્યું (કોહલીને) શું બોલી રહ્યો છે બોલ? તેના પર કોહલીએ કહ્યું કે, મેં તમને કશું જ કહ્યું નથી, તમે કેમ ઘૂસી રહ્યા છો? પછી ગંભીરે જવાબ આપ્યો ‘તું મારા ખેલાડીને બોલ્યો છે, મતલબ તે મારી ફેમિલીને ગાળો આપી છે. તેના પર કોહલીએ કહ્યું કે, તો તમે પોતાની ફેમિલીને સંભાળીને રાખો. પછી અંતે ગંભીરે કહ્યું કે, તો હવે તું મને શીખવીશ?

આ બાબતે IPL તરફથી મોટી કાર્યવાહી થઈ છે. IPLએ એક પ્રેસ રીલિઝ જાહેર કરી છે. વિરાટ કોહલી અને ગંભીર બંને લોકો IPL કોડ ઓફ કંડક્ટ 2.21ના લેવલ 2ના દોષી સાબિત થયા છે. બંને જ લોકોએ પોતાનો ગુનો માની લીધો છે. બંનેની 100 ટકા મેચ ફિસ કપાઈ ગઈ છે. વિરાટ કોહલીની 1.07 કરોડ મેચ ફીસ (100 ટકા) કપાઈ છે. તો ગંભીરની પણ 100 ટકા ફીસ કપાઈ છે. કોહલી અના ગંભીર વચ્ચે IPL 2013માં પણ ઝઘડો થઈ ચૂક્યો છે. ત્યારે ગંભીર કોલકાતા કેપ્ટન હતા, પરંતુ આ વખત તેઓ લખનૌની ટીમના મેન્ટર છે. તો આ IPLમાં ગૌતમ ગંભીર અને વિરાટ એકબીજાને ગળે લગાવતા પણ નજરે પડ્યા હતા. આ નજારો ત્યારનો છે જ્યારે લખાનૌએ બેંગ્લોરને 10 એપ્રિલે હરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp