Live મેચમાં NZના વિકેટકીપરે પાકિસ્તાની બેટ્સમેનને મારી થપ્પડ? વીડિયો વાયરલ

PC: twitter.com/notrophiess

હાલના ન્યૂઝીલેનની ટીમ પાકિસ્તનમાં છે અને 2 ટેસ્ટ મેચોની સીરિઝ રમી રહી છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ કરાચીમાં રમાઇ હતી, જે ડ્રો રહી. આ મેચ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઇને ફેન્સ ખેલાડી પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. મેચ દરમિયાન પાકિસ્તાની બેટ્સમેન ઇમામ-ઉલ-હક સાથે એક ઘટના ઘટી હતી, ત્યારબાદ ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ કરાચીના મેદાનમાં રમાઇ હતી, જેમાં પાકિસ્તાની ટીમ ફસતી નજરે પડી. તો આ મેચ દરમિયાન એક મોમેન્ટ પર ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર ટોમ બ્લન્ડેલનો હાથ પાકિસ્તાની બેટ્સમેનના હેલમેટ પર લાગી ગયો. જો કે, એ સ્પષ્ટ ન થઇ શક્યું કે તેણે હેલમેટવાળી ઘટનાને જાણીજોઇને કરી કે પછી ભૂલથી લાગી ગયો, પરંતુ પાકિસ્તાની ફેન્સ ન્યૂઝીલેન્ડના વિકેટકીપરને ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયો પર ફેન્સ પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, આ તો (ન્યૂઝીલેન્ડના ખેલાડી) હવે થપ્પડ પણ મારી રહ્યા છે. તો અન્ય એક ફેને ગુસ્સો જાહેર કરતા અને બાબર આઝમને ઉત્સાહિત કરતા કહ્યું કે ,હેલ્લો બાબર જુઓ બદલો લેવાનો છે. બેટ મારજે તેનાથી ઓછું નહીં. બધા ફેન્સ બસ આ પ્રકારનું રીએક્શન આપી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ 2 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની સીરિઝ માટે પાકિસ્તાનના પ્રવાસે પહોંચી છે, જેમાં પહેલી ટેસ્ટ ડ્રો થઇ છે. મેચની વાત કરીએ તો પહેલી ટેસ્ટમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 438 રન બનાવ્યા હતા, પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમ (161) અને આઘા સલમાન (103)એ સદી બનાવી હતી, જ્યારે પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીને સૌથી વધુ (3) વિકેટ મળી હતી, જ્યારે અજાજ પટેલ, બ્રેકવેલ અને ઇશ સોઢીને 2-2 જ્યારે વેગનરને 1 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 612 રન પર પહેલો દાવ ડિકલેર કર્યો હતો. ટીમ તરફથી ટોમ લાથમ (113) અને કેન વિલિયમ્સને (200*) સદી બનાવી. તો બીજી ઇનિંગમાં પાકિસ્તાની ટીમે 8 વિકેટ ગુમાવીને 311 પર દાવ ડિક્લેર કર્યો હતો. જ્યારે પાંચમા દિવસના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડે 1 વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા હતા. આ રીતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ ડ્રો થઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp