26th January selfie contest

રાહુલના હટ્યા બાદ વાઈસ કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે આ 3 ખેલાડીઓ

PC: thecricketlounge.com

રવિવારે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા પર બીજી ટેસ્ટ મેચમાં 6 વિકેટે જીતના થોડાં કલાક બાદ જ નવી સિલેક્શન કમિટીએ બાકી બે ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમ જાહેર કરી, તો તેમા માત્ર કેએલ રાહુલની વાઈસ કેપ્ટનશિપ છોડીને શરૂઆતી બે ટેસ્ટ મેચોની ટીમ સાથે કોઈ છેડછાડ કરવામાં નથી આવી. આ સિલેક્શન કમિટીએ આ નિર્ણય પરથી એ સ્પષ્ટ કરી દીધુ છે કે, હવે રોહિત શર્માના નાયબ તરીકે કોઈ અન્ય નામ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. નવી જાહેર કરાયેલી ટીમમાં જોકે કોઈ નવા વાઈસ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ, જો કોઈક કારણોસર રોહિત માની લો ટેસ્ટ મેચમાંથી હટી જાય તો સવાલ છે કે પછી કોણ કેપ્ટનશી કરશે. અહીં એવા ત્રણ ખેલાડીઓના નામ જણાવવામાં આવ્યા છે, જે ભારતના વાઈસ કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે.

રવિચંદ્રન અશ્વિન

જેવો દ્રષ્ટિકોણ, પ્રદર્શન અને કદ હાલ ભારતીય ટીમમાં રવિચંદ્રન અશ્વિનનું છે, તેને જોતા તેમા કોઈ બેમત નથી કે હાલ આ ઓફ-સ્પિનર ઓલરાઉન્ડર ભારતીય ટેસ્ટ વાઈસ કેપ્ટનની રેસમાં સૌથી આગળ છે. હાલના વર્ષોમાં અશ્વિને પ્રદર્શન દ્વારા સતત પોતાનું કદ ઊંચુ કર્યું છે. અશ્વિને આ સીરિઝની બે ટેસ્ટ મેચોમાં 64.4 ઓવરોમાં 14 વિકેટ લીધી છે. તે બંને ટીમોમાં રવીન્દ્ર જાડેજા બાદ સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં અત્યારસુધી બીજા નંબર પર છે. તેમજ, ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી બનાવી ચુકેલા આ ઓફ સ્પિનરે દરેક ફોર્મેટમાં બતાવ્યું છે કે, તેને જરૂરિયાત પ્રમાણે બેટિંગ કરતા પણ આવડે છે અને તમે તેને માત્ર ઓફ સ્પિનરની નજરથી ના જોઈ શકો.

રવીન્દ્ર જાડેજા

ઈજાના કારણે છેલ્લાં આશરે પાંચ મહિનાથી સક્રિય ક્રિકેટથી દૂર રહેલા રવીન્દ્ર જાડેજાએ ધમાકેદાર કમબેક કરીને બતાવી દીધુ કે તેની અંદર સારું કરવાની આગ હજુ પણ છે. તેમા કોઈ બે મત નથી કે જાડેજા હાલ એ આંગળીઓ પણ ગણી શકાતા ભારતના ખેલાડીઓમાં સામેલ છે, જેમના વિના ત્રણેય ફોર્મેટોમાં ભારતીય ટીમની કલ્પના ના કરી શકાય. ચાલી રહેલી સીરિઝમાં જાડેજા અત્યારસુધી 17 વિકેટ લઈને નંબર વન બોલર બંને ટીમોમાં બન્યો છે, તો તેણે 2 ઈનિંગમાં 70ના બેસ્ટ સ્કોર સાથે 48ની સરેરાશથી બેટિંગમાં પણ સારું યોગદાન આપ્યું છે અને જાડેજાનું પણ પલડું વાઈસ કેપ્ટન બનવા માટે ખાસ્સું ભારે છે. એ કહેવુ ખોટું નહીં હશે કે, અશ્વિન અને તેની વચ્ચે મામલો ફિફ્ટી-ફિફ્ટીનો છે.

ચેતેશ્વર પુજારા

દિલ્હીમાં જ પોતાના કરિયરમાં ટેસ્ટ મેચોની સદી મારનારો ચેતેશ્વર પુજારા વધુ એક ખેલાડી છે, જેને BCCI તેના કરિયરના છેલ્લા દિવસોમાં વાઈસ કેપ્ટન બનવાની તક આપી શકે છે. પુજારા ભલે ઓછું બોલનારો અને શાંત હોય, પરંતુ તેની પાસે કેપ્ટનશિપ અને વાઈસ કેપ્ટનશિપ બંનેને જ સંભાળવા માટે પર્યાપ્ત અનુભવ છે. પુજારા વધુ એક દાવેદાર છે જેને ભારતીય ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન અથવા તો કહી શકાય કે સ્ટોપ-ગેપ વાઈસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp