ભારતીય એથલીટ દુતી ચંદ પર 4 વર્ષનો સખત પ્રતિબંધ, જાણો કારણ

PC: espn.in

ભારતીય મહિલા એથલીટ અને શાનદાર સ્પ્રિન્ટ દુતી ચંદને મોટો ઝટકો લાગ્યો છે. ડૉપ ટેસ્ટમાં ફેલ થવાના કારણે તેના પર 4 વર્ષનો બેન લગાવવામાં આવ્યો છે. દુતી ચંદ પર લાગેલું બેન જાન્યુઆરી 2023થી પ્રભાવી હશે. દુતી ચંદના એક નહીં, પરંતુ બે ડૉપ ટેસ્ટ ફેલ થયા છે. બેન સિવાય એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે દુતી ચંદે જેટલી પણ રમતો અને ટૂર્નામેન્ટોમાં હિસ્સો લીધો છે. તેમના પરિણામ માનવામાં નહીં આવે. દુતી ચંદનું સેમ્પલ ડિસેમ્બર 2022માં લેવામાં આવ્યું હતું. જેમાં ડૉપિંગમાં પોઝિટિવ આવી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, દુતી ચંદે એ વાત સ્પષ્ટ કરી નથી કે તે ડૉપિંગના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી કે તેનાથી એ ભૂલ થઈ છે. તેના કારણે દુતી ચંદને NADAના આર્ટિકલ 2.1 અને 2.2ના નિયમોને તોડવાની દોષી સાબિત થઈ છે અને તેના કારણે તેની વિરુદ્ધ આટલી સખત કાર્યવાહી થઈ છે. દુતી ચંદના પહેલા સેમ્પલમાં બેન પ્રદાર્થ એનાબોલિક સ્ટ્રોયડ્સની માત્રા જોવા મળી હતી. ત્યારબાદ જ્યારે બીજું સેમ્પલ લેવામાં આવ્યું તો તેમાં એન્ડારિને અને ઓસ્ટારિને જેવા પદાર્થ જોવા મળ્યા હતા.

તેના કારણે જ તે ડૉપિંગ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ હતી. સાથે જ તે આ મુદ્દા પર કોઈ સફાઇ પણ ન આપી શકી. ઉલ્લેખનીય છે કે, ભારત માટે દુતી ચંદે ઘણી મેચોમાં મેડલ જીત્યા છે. વર્ષ 2018માં તેણે જકાર્તા એશિયન ગેમ્સમાં ભારત માટે 100 મીટર અને 200 મીટર મેચમાં બે સિલ્વર મેડલ જીતી હતી. એ સિવાય દુતી ચંદના નામે 100 મીટરમાં નેશનલ રેકોર્ડ પણ છે. એવામાં તેની પાસે આ વર્ષે થનારી એશિયન ગેમ્સમાં સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ તેના પર 4 વર્ષના બેને ન માત્ર દુતી ચંદ, પરંતુ ભારતના મેડલના ટારગેટને પણ ઝટકો આપ્યો છે.

દુતી ચંદ પર લાગેલો પ્રતિબંધ 3 જાન્યુઆરીથી પ્રભાવી રહેશે અને 5 ડિસેમ્બર 2022 માટે લેવામાં આવેલા પહેલા નમૂનાની તારીખથી તેના બધા પ્રતિસ્પર્ધી પરિણામો હટાવી દેવામાં આવશે. દુતી ચંદના વકીલ પાર્થ ગોસ્વામીએ શુક્રવારે કહ્યું હતું કે, આ ખેલાડી પોતાના આખા વ્યવસાયી કરિયરમાં ‘ક્લીન એથલીટ’ (કોઈ પણ ડૉપિંગથી દૂર) રહી છે અને આ કેસ આ પદાર્થ અજાણતામાં સેવન કરવાનો હતો. અમારા માટે આ કેસ સ્પષ્ટ રૂપે અજાણતામાં પ્રતિબંધિત પદાર્થના સેવનનો છે. અમે આ પદાર્થનો સ્ત્રોત પણ સ્પષ્ટ રૂપે જાણી શક્ય તો પૂરી રીતે તેના ઈરાદાના પૂરતા પુરાવા છે.

તેમણે આગળ કહ્યું કે, આ પદાર્થનો ઉપયોગ ક્યારેય પણ રમતમાં ફાયદો ઉઠાવવા માટે નહોતો. અમે અપીલ દાખલ કરવાની પ્રક્રિયામાં છીએ. અમને આશા છે કે અમે અપીલીય પેનલને આ વાત સમજાવવા માટે સફળ રહીશું. દુતી ચંદ ભારતની ગૌરવ છે અને તે પૂરી રીતે ક્લીન એથલીટ છે. એક દશકના ચમકદાર કરિયર દરમિયાન દુતી ચંદ ઇન્ટરનેશનલ અને રાષ્ટ્રીય સ્તર પર હાઇ ડૉપ તપાસથી પસાર થઈ ચૂકી છે અને આટલા લાંબા કરિયરમાં ક્યારેય ડૉપના કેસમાં પોઝિટિવ આવી નથી. દુતી ચંદ અને તેના વકીલે NADAના ડૉપિંગ રોધી અનુશાસનાત્મક (ADDP) સમક્ષ પણ દાવો રજૂ કર્યો હતો કે તે અજાણતામાં સેવનનો કેસ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp