26th January selfie contest

બે વખત ICC ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યો, તો પણ નિષ્ફળ કેપ્ટન કહ્યો: કોહલી

PC: hindi.cricketnmore.com

ભારતીય મહિલા ટીમે હાલમાં જ T20 વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચવાની તક ગુમાવી છે અને ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. મહિલા ટીમની જેમ પુરુષોની ટીમ પણ છેલ્લા 10 વર્ષથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન વિરાટ કોહલીએ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી છે, કોહલીએ ફરી એકવાર આ ટ્રોફી વિશે વાત કરી છે.

IPL 2023 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા એક પોડકાસ્ટ સિરીઝ બહાર પાડવામાં આવી છે, જેમાં ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વાત કરી છે. વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું કે, શું તમને ક્યારેય એવું દિલમાં ખટકે છે કે, તમે ICC ટ્રોફી જીતી નથી.

વિરાટ કોહલીએ કહ્યું, 'તમે હંમેશા ટૂર્નામેન્ટ જીતવા માટે જ રમો છો, મેં ચેમ્પિયન્સ ટ્રોફી 2017, વર્લ્ડ કપ 2019, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021, T20 વર્લ્ડ કપ 2022માં કેપ્ટનશિપ કરી હતી. અમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, વર્લ્ડ કપની સેમિફાઇનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સુધી પહોંચ્યા હતા, પરંતુ તે પછી પણ મને નિષ્ફળ કેપ્ટન કહેવામાં આવ્યો.

કોહલીએ કહ્યું કે, હું 2011ના વર્લ્ડ કપમાં પણ હતો, ત્યારે હું ફાઇનલમાં હતો અને પહેલી ફાઇનલ મેં જ જીતી હતી. મારો શૉ-કેસ ટ્રોફીથી ભરેલો રહે, એટલો હું પાગલ નથી. અહીં તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-1 બની હતી, પરંતુ ટીમ ઈન્ડિયા તેના કાર્યકાળ દરમિયાન કોઈ પણ ICC ટ્રોફી જીતી શકી નથી.

વિરાટ કોહલીએ એ પણ જણાવ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીએ જ તેને કેપ્ટનશિપ માટે પસંદ કર્યો હતો. હું મેદાનમાં ફિલ્ડિંગ દરમિયાન ઇનપુટ્સ આપતો હતો, હું તે સમયે મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમી રહ્યો હતો અને આ ઇનપુટ્સના કારણે MS ધોનીને ક્રિકેટ પ્રત્યેની મારી ગંભીરતા વિશે ખબર પડી. આ સમય દરમિયાન તેમણે મને તેમના અનુગામી તરીકે પસંદ કર્યો, જ્યારે હું પાછળથી કેપ્ટન બન્યો ત્યારે પણ અમારો સંબંધ એવો જ રહ્યો અને બંને વચ્ચે એક સન્માન હતું.

અહીં તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLનો કોઈ ખિતાબ જીતી શકી ન હતી, તેણે કેપ્ટનશીપ છોડીને ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવ્યો હતો. વિરાટ કોહલીને વારંવાર એવા કપ્તાન તરીકે વર્ણવવામાં આવ્યો હતો, જેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp