26th January selfie contest

શું છે કોહલીનો LBW આઉટ વિવાદ? ગંભીર અને નાથન લિયોને કર્યો અમ્પાયરનો સપોર્ટ

PC: cnbctv18.com

ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. તે વિરાટ કોહલીનો હોમ ગ્રાઉન્ડ છે, એવામાં ફેન્સને તેની પાસેથી ઘણી આશા પણ હતી, પરંતુ મેચની પહેલી ઇનિંગમાં કોહલીએ સારી શરૂઆત કર્યા છતા મોટો સ્કોર ન બનાવી શક્યો. વિરાટ કોહલીએ પહેલી ઇનિંગમાં 44 રન બનાવ્યા. તેને મેથ્યૂ કુહ્નેમેને LBW આઉટ કર્યો, જે પર ખૂબ વિવાદ થયો. મેથ્યૂ કુહ્નેમેન દ્વારા નાખવામાં આવેલો બૉલ કોહલીના બેટ-પેડ પર લાગ્યો હતો, જેના પર ફિલ્ડ અમ્પાયરે આઉટ આપી દીધો હતો.

વિરાટ કોહલીએ તેના પર રિવ્યૂ લીધુ, છતા વસ્તુ સ્પષ્ટ ન થઈ શકી, પરંતુ અમ્પાયર્સ કોલના કારણે આઉટ આપવામાં આવ્યો. તેના પર ફેન્સ ગુસ્સે ભરાઈ ગયા અને સોશિયલ મીડિયા પર અમ્પાયરને ખૂબ ટ્રોલ કરવા લાગ્યા. જો કે, આ દરમિયાન ઘણા દિગ્ગજોએ પણ પોતાના નિવેદનથી આ ઘટનાને વિવાદોમાં બનાવી રાખી. પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે તો અમ્પાયરનો સપોર્ટ કર્યો અને કહ્યું કે, જ્યારે આપણે વારંવાર રિવ્યૂ જોવા છતા નિર્ણય કરી શકતા નથી, જ્યારે અમ્પાયર પાસે તો નિર્ણય તેવા માટે ખૂબ ઓછો સમય હોય છે. એવામાં અમ્પાયરને ખોટો નહીં કહી શકીએ. તેમણે પોતાની જગ્યાએ યોગ્ય નિર્ણય લીધો.

તો ગંભીર સિવાય પૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફર અને પૂર્વ ક્રિકેટર અભિનવ મુકુન્દે કોહલીને અનલકી કહ્યો. તેમણે માન્યુ કે કોહલીને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો છે. સાથે ભારતીય ટીમના કોચ અને પૂર્વ દિગ્ગજ રાહુલ દ્રવિડ સિવાય ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ અમ્પાયરના નિર્ણયને ખોટો ગણાવ્યો, જ્યારે કોહલી આઉટ થઈને ફર્યો તો આ બંને જ ડ્રેસિંગ રૂમમાં બેઠા નિરાશ નજરે પડ્યા હતા. પોતે કોહલી પણ અમ્પાયરના નિર્ણયથી નિરાશ નજરે પડ્યો.

ઓસ્ટ્રેલિયન ટીમની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લેનાર નાથન લિયોને કહ્યું કે, મારું માનવું છે કે યોગ્ય નિર્ણય આપવામાં આવ્યો. તેમાં કોઈ શંકા નથી કે કોહલી પણ કહી (બેટ સાથે બૉલ લાગ્યો) રહ્યો હશે. કદાચ તેના પક્ષમાં નિર્ણય આપવો જોઈતો હતો. અમ્પાયર્સને પણ સલામ છે. આ પરિસ્થિતિમાં એમ કરવાનું ખૂબ મુશ્કેલ છે. અમે બોલર દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને નિર્ણય અમારા પક્ષમાં આવ્યો. આખરે નિર્ણય યોગ્ય જ રહ્યો.

શું કહે છે ICCનો નિયમ?

વિરાટ કોહલીને LBW આઉટ આપવામાં આવ્યો, જ્યારે બૉલ તેના બેટ-પેડ પર લાગ્યો. રિવ્યૂમાં એમ લાગી રહ્યું હતું કે બેટ પહેલા લાગી છે, પરંતુ અમ્પાયરને લાગ્યું કે પેડ પહેલા લાગ્યું છે. એ છતા વિરાટ કોહલીને આઉટ આપવામાં આવ્યો. જો કે, એવી બાબતે જો ICCનો નિયમ જોઈએ તો અહીં વિરાટ કોહલી સાથે ખોટું થયું છે. MCC નિયમ હેઠળ 36.2.2 મુજબ LBW દરમિયાન જો બૉલ બેટ અને બેટ પર એક સાથે લાગે છે તો તેને બેટ પર લાગેલો માનવો જોઈએ. સ્પષ્ટ છે કે નિયમ કહે છે કે એવી સ્થિતિમાં બેટ પર બૉલ લાગેલો માનવો જોઈએ, પરંતુ વિરાટ કોહલીના મામલે એમ ન થયું.

LBWના નિયમ મુજબ, જો બેટ પર બૉલ લાગે છે તો LBW આઉટ નહીં આપી શકાય. વિરાટ કોહલીને જ્યારે આઉટ આપવામાં આવ્યો, એ સમયે મેદનના મોટી સ્ક્રીન પર રિવ્યૂ દેખાડવામાં આવી રહ્યું હતું. વિરાટ કોહલી અમ્પાયરના નિર્ણયથી હેરાન નજરે પડ્યો અને તેણે ગુસ્સો પણ કાઢ્યો. જ્યારે વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો તો તેણે ટીમ સાથે મળીને રિપ્લે જોઈ. વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડ દરેક અમ્પાયરના આ નિર્ણયની નિંદા કરી રહ્યા હતા. દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેરિંગ કરતા પહેલી ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા, જવાબમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 262 રન બનાવ્યા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp